Book Title: Darshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 471
________________ ४२६ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् पयईए कम्माणं वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धे वि न कुप्पइ उवसमओ सव्वकालंपि । । २५५ ।। ઉપશમ : સમ્યક્ત્વરત્નને પામેલો આત્મા સ્વાભાવિક રીતે જ કષાયાદિ કર્મોના અશુભ વિપાકને જાણતો હોય છે. આથી ઉપશમ ગુણને પામેલો તે ક્યારેય પણ અપરાધી આત્મા ઉપર પણ ગુસ્સો કરતો નથી. ૨૫૫ नरविबुहेसरसोक्खं दुक्खं चिय भावओ उ मन्त्रंतो । संवेगओन मोक्खं मोत्तूणं किंपि पत्थेइ ।। २५६ ।। સંવેગ ઃ સંવેગ ગુણના યોગે રાજાઓ તથા દેવેન્દ્રોના સુખ સમુદાયને પણ ભાવથી દુઃખરૂપ માનતો એવો તે સમકિતિ એક મોક્ષને ત્યજીને બીજું કંઈ જ ઈચ્છતો નથી. ૨૫૬ नारय- तिरिय-नरामरभवेसु निव्वेयओ वसइ दुक्खं । अकयपरलोयमग्गो ममत्तविसवेगरहिओ वि । । २५७ ।। નિર્વેદ : પરલોકની યથાયોગ્ય સાધના ન કરી હોવાથી તથા મમત્વરૂપ વિષના આવેગ વગરના આ સમિતિ આત્મા નરક-તિર્યંચ મનુષ્ય અને દેવના ભવોમાં નિર્વેદ ગુણના યોગે દુઃખપૂર્વક વસે છે. ૨૫૭ दण पाणिनिवहं भीमे भवसायरंमि दुक्खत्तं । अविसेसओ णुकंपं दुहा वि सामत्थओ कुणइ । । २५८ । । અનુકંપા : ભયંક૨ એવા ભવસાગ૨માં પ્રાણીઓના સમૂહને દુઃખથી પીડાતો જોઈને પક્ષપાત કર્યા વગર દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકા૨ની અનુકંપાને પોતાની શક્તિ અનુસારે કરે છે. ૨૫૮ मन्त्रइ तमेव सचं नीसंकं जं जिणेहिं पत्रत्तं । सुपरिणाम सम्मं कंखाइविसुत्तियारहिओ । । २५९ ।। આસ્તિક્ય : કાંક્ષા આદિ વિશ્રોતસિકા-ચિત્તવિક્ષેપથી રહિત અને શુભ પરિણામવાળો આત્મા ‘જિનેશ્વર દેવોએ જે તત્ત્વ પ્રરૂપ્યું છે તે જ સત્ય અને નિઃશંક છે’ એમ સમ્યગ્ રીતે માને છે તે આસ્તિક્ય છે. ૨૫૯ एवंविहपरिणामो सम्मद्दिट्ठी जिणेहिं पन्नत्तो । एसो उ भवसमुद्दं लंघइ थोवेण कालेण । । २६० ।। જિનેશ્વરોએ ઉપર્યુક્ત ઉપશમાદિ ગુણયુક્ત આત્માને સમ્યગ્દષ્ટિ ફરમાવ્યો છે અને આવો આત્મા અલ્પ સમયમાં જ ભવ સમુદ્રને ઓળંગી જાય છે. ૨૬૦

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512