________________
प्रथमं परिशिष्टम्
ધર્મને જાણતો જ નથી અથવા તેણે પૂર્વમાં દુર્ગતિનું આયુષ્ય બાંધી લીધું છે, હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનો છે એમ નિશ્ચિત થાય છે. પક
चेइयदव्वविणासे तद्दव्वविणासणे दुविहभेए ।
साहू उविक्खमाणो अणंतसंसारिओ भणिओ ।।५७।। દેવદ્રવ્યનો તથા જિનમંદિરમાં ઉપયોગી લાકડું, પથ્થર, માટી આદિ દ્રવ્યનો નાશ અનેક રીતે બે બે પ્રકારે થાય છે. આ રીતે તેનો નાશ થતો હોવા છતાં જે સાધુ તેની ઉપેક્ષા કરે, તે સાધુ પણ અનંત સંસારી થાય છે. ૫૭
जिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं अणंतसंसारिओ होइ ।।५८।। जिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं परित्तसंसारिओ होइ ।।५९।। जिणपवयणवुद्धिकरं पभावगं नाणदंसणगुणाणं ।
वलुतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ।।६० ।। શ્રી અરિહંત પરમાત્માના શાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન, દર્શનાદિ આત્મિક ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો આત્મા અનંત સંસારી થાય છે. ૫૮
જિનપ્રવચનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન-દર્શનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો આત્મા અલ્પ સંસારી થાય છે. ૫૯
જિનશાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા આત્માને તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. ૩૦
૨. ધર્મતત્વ : जीवदयसञ्चवयणं परधणपरिवज्जणं सुसीलं च ।
खंती पंचिदियनिग्गहो य धम्मस्स मूलाई ।।६१।। સર્વ જીવો પ્રત્યે દયા રાખવી, સદા કાળ સત્યવચન બોલવું, પારકા ધનનો પરિત્યાગ કરવો, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્ષમા રાખવી અને પાંચેય ઇન્દ્રિયનો નિગ્રહ કરવો” આ સઘળાં કાર્યો ધર્મનાં મૂળ છે. ૬૧
सम्मत्तमूलमणुव्वयपणगं तिनि उ गुणव्वया हुँति ।
सिक्खावयाइं चउरो बारसहा होइ गिहिधम्मो।।६२।। સમ્યક્ત્વ પૂર્વકનાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો, તે બાર પ્રકારના વ્રતોને શ્રાવકધર્મ કહેવાય છે. ૧૨