________________
३९४
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
एयं भणियं समए इंदेणं साहुजाणणनिमित्तं ।
जक्खगुहाए दारं अनमुहं ठावियं तइया।।७४ ।। આવશ્યકચૂર્ણિ' આદિ આગમ ગ્રંથોમાં કહ્યું છે કે, સૌધર્મ આચાર્યદેવ શ્રી આર્યરક્ષિત સૂરિજીના સાધુ સમુદાયને પોતાનું આગમન જણાવવા માટે તે સમયે પૂ.આચાર્ય ભગવંત જે યક્ષની ગુફામાં રહ્યા હતા તે ગુફાના દ્વારને બીજી દિશામાં ફેરવી નાંખ્યું એવો ઉલ્લેખ છે, પણ ચૈત્યના દ્વારનો ફેરફાર કર્યો એવો ઉલ્લેખ ક્યાંય નથી. ૭૪
दुग्गंधमलिणवत्थस्स खेलसिंघाणजल्लजुत्तस्स ।
जिणभवणे नो कप्पड़ जइणो आसायणाहेऊ ।।७५।। દુર્ગધી અને મલિન વસ્ત્રવાળા, થંક, નાકનો મળ તથા દેહના મળથી યુક્ત એવા સાધુને જિનાયતનમાં રહેવું યોગ્ય નથી. કારણ કે ત્યાં રહેવું તે આશાતનાનું કારણ બને છે. ૭૫
भावत्थयदव्वत्थयरूवो सिवपंथसत्थवाहेण ।
सव्वत्रुणा पणीओ दुविहो मग्गो सिवपुरस्स।।७६।। મોક્ષમાર્ગના સાર્થવાહ સમા શ્રી અરિહંત પરમાત્માએ મુક્તિનગરમાં જવા માટે ભાવસ્તવ તથા દ્રવ્યસ્તવ સ્વરૂપ દ્વિવિધ માર્ગની પ્રરૂપણા કરી છે. ૭૬
जावज्जीवं आगमविहिणा चारित्तपालणं पढमो ।
नायज्जियदव्वेणं बीओ जिणभवणकरणाई ।।७७।। દ્રવ્યસ્તવ-ભાવસ્તવ :
આગમશાસ્ત્રોમાં દર્શાવેલ વિધિ મુજબ ચારિત્રધર્મનું માવજીવન પાલન કરવું તે ભાવતવરૂપ પ્રથમમાર્ગ છે અને ન્યાયમાર્ગથી પ્રાપ્ત કરેલ ધન દ્વારા શ્રી જિનભવન કરવા આદિ શુભ અનુષ્ઠાનો આચરવા એ દ્રવ્યસ્તવ રૂપ દ્વિતીય માર્ગ છે. ૭૭
जिणभवणबिंबठावणजत्तापूयाइ सुत्तओ विहिणा ।
दव्वत्थय त्ति नेयं भावत्थयकारणत्तेण।।७८।। આગમના વચનને અનુસાર વિધિસહિત જિનમંદિર તથા જિનબિંબ કરાવવાં, જિન-પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી અને યાત્રાત્રિક તથા જિનપૂજા કરવી આ સર્વ શુભ અનુષ્ઠાનો ચારિત્રધર્મની પ્રાપ્તિરૂપ ભાવસ્તવના કારણભૂત હોવાથી દ્રવ્યસ્તવ તરીકે જાણવા. ૭૮
छण्हं जीवनिकायाणं संजमो जेण पावए भंगं ।
तो जइणो जगगुरुणो पुप्फाईयं न इच्छंति।।७९।। જગદ્ગુરુ શ્રી જિનેશ્વરદેવની પુષ્પાદિ પૂજામાં પૃથ્વી આદિ છ જવનિકાયના સંયમનો ભંગ થતો હોવાથી સાધુ પુષ્પાદિ પૂજારૂપ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી. ૭૯