________________
प्रथमं परिशिष्टम्
४०३
एयद्दोसविमुक्को जईण पिंडो जिणेहिं ऽणुनाओ ।
सेसकिरियाठियाणं एसो पुण तत्तओ नेओ।।१२५ ।। શ્રી જિનેશ્વરદેવોએ સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાનોમાં રત એવા સાધુઓને ઉપર્યુક્ત બેંતાલીશ દોષરહિત પિડને ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તેવા બેતાલીશ દોષથી રહિત પિંડને જ તત્ત્વથી વિશુદ્ધ જાણવો. ૧૨૫
जस्सट्ठा आहारो आरंभो तस्स होइ नियमेण ।
आरंभे पाणिवहो पाणिवहे होइ वयभंगो।।१२६।। જે સાધુને માટે આહારાદિ તૈયાર કરાય છે, તેમાં તે સાધુને નિમિત્તે આરંભમાં અવશ્ય પ્રાણીઓનો વધુ થાય છે અને પ્રાણિવધમાં વ્રતોનો ભંગ થાય છે. ૧૨૬
भुंजइ आहाकम्मं सम्मं न य जो पडिक्कमइ लुद्धो ।
सव्वजिणाणाविमुहस्स तस्स आराहणा नत्थि।।१२७।। જે લોલુપી સાધુ, આધાકર્મ દોષવાળા આહારને વાપરે છે તથા તે દોષનું સમ્યફ રીતે પ્રાયશ્ચિત કરતો નથી, તે સાધુ સર્વજિનેશ્વરોની આજ્ઞાથી વિમુખ બનેલો હોવાથી આરાધક બની શકતો નથી. ૧૨૭
संथरणम्मि असुद्धं दुण्ह वि गिण्हंतदिंतयाणऽहियं ।
મા વિદ્યુતે તં ચેવ દિશં ગણંથર ૨૮ાા . ઉત્સર્ગ અને અપવાદ :
નિર્દોષ આહારથી નિર્વાહ શક્ય હોય છતાં અશુદ્ધ આહારાદિને ગ્રહણ કરનાર સાધુ અને દાન આપનાર શ્રાવક, એ બન્નેયનું અહિત થાય છે અને કારણે આપે તો તે જ અશુદ્ધ આહાર હિતકારી થાય છે, જેમ રોગીને અમુક અવસ્થામાં જે અપથ્ય હોય, તે અમુક અવસ્થામાં પથ્ય બને છે, તેમ અહીં સમજવું. ૧૨૮
फासुयएसणिएहिं फासुयओहासिएहिं कीएहिं ।
पूईए मीसएण य आहाकम्मेण जयणाए।।१२९ ।। રોગી સાધુ માટે પણ પ્રથમ પ્રાસુક અને એષણીય આહારની શોધ કરવી, તે ન મળે તો પ્રાસુક જેવા આહારને શોધવામાં યત્ન કરવો, તેવા આહારની પ્રાપ્તિ ન થાય તો અનુક્રમે ક્રીત, પૂતિકર્મ, મિશ્રજાત અને આધાકર્મ આહારથી રોગીનો નિર્વાહ કરવો. આનું રહસ્ય એ છે કે યતના વડે અલ્પ દોષવાળા આહારને પ્રથમ ગ્રહણ કરવો, તેવો શુદ્ધ અને કથ્ય આહાર ન મળે, તો વિશેષ વિશેષ દોષયુક્ત આહાર આગાઢ પ્રયોજનમાં-મહત્ત્વના કારણે જ ગ્રહણ કરવો. ૧૨૯