________________
प्रथमं परिशिष्टम्
अज्जवि दयखंतिपइट्टियाइं तवनियमसीलकलियाई । विरलाई दूसमाए दीसंति सुसाहुरयणाई ।।१८२ । ।
**
આજના દુઃષમકાળમાં પણ દયા, ક્ષમાગુણમાં સ્થિર, તપ, નિયમ અને શીલથી શોભતા, વિ૨લ સુસાધુ રત્નો જોવા મળે છે. ૧૮૨
४१३
इइ जाणिऊण एवं मा दोसं दूसमाए दाऊण ।
धम्मुज्जमं मुह अज्जवि धम्मो जए जयइ । । १८३ । ।
આ પ્રમાણે દુષમાકાળમાં પણ ચારિત્ર ધર્મની વિદ્યમાનતા જાણીને, દુષમકાળનો દોષ આપીને ધર્મમાં ઉઘમનો ત્યાગ કરશો નહિ; કારણ કે આજે પણ જિનધર્મ જગતમાં જય પામે છે. ૧૮૩
ता तुलियनियबलाणं सत्तीए जहागमं जयंताणं ।
संपुन यि किरिया दुप्पसहंताण साहूणं । । १८४ ।।
તેથી જ પોતાના બળની તુલના ક૨ીને, યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે યતના ક૨ના૨ા આચાર્ય દુઃપ્રસભસૂરિ મહારાજના કાળ સુધી થનારા સાધુઓની ધર્મક્રિયાઓ સંપૂર્ણ ફળ આપનારી થાય છે. ૧૮૪ लाहालाह-सुहासुह-जीवियमरण- ठिईपयाणेसु ।
हरिसविसाय विमुक्कं नमामि चित्तं चरित्तीणं । । १८५ । ।
લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, સ્થિતિ અને પ્રયાણમાં હર્ષ અને વિષાદથી વિમુક્ત એવા ચારિત્રીઓના ચિત્તને હું નમસ્કાર કરું છું. ૧૮૫
वंदितो हरिसं निंदिज्जंतो करिज्ज न विसायं ।
न हु नमियनिंदियाणं सुगई कुगई च बिंति जिणा । । १८६ । ।
કોઈ વંદન કરે તો સાધુએ હર્ષ ન ક૨વો જોઈએ અને નિંદા કરે તો સાધુએ વિષાદ ન કરવો જોઈએ, કારણ કે નમન કરાયેલાની સદ્ગતિ અને નિંદા કરાયેલાની દુર્ગતિ થાય છે, એવું શ્રી જિનેશ્વર દેવો ફરમાવતા નથી. ૧૮૬
वंदामि तवं तह संजमं च खंतिं च बंभचेरं च ।
जीवाणं च अहिंसा जं च नियत्ता घरावासा ।।१८७ ।।
તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય, જીવમાત્રની અહિંસા અને ગૃહવાસથી વિરામ પામવારૂપ ધર્મને હું વંદન કરું છું. ૧૮૭
जखमसि तो नमिज्जसि छज्जइ नामंपि तुह खमासमणो ।
अह न खमसि न नमिज्जसि नामपि निरत्थयं वहसि । । १८८ ।।
હે સાધુ ! જો તું ક્ષમા રાખીશ, તો અન્યના વંદનને પ્રાપ્ત કરીશ અને ‘ક્ષમાશ્રમણ’ એવું તારું નામ