________________
४१६
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
अग्गीयादाइने खित्ते अन्नत्थ ठिईअभावंमि ।
भावाणुवघायणुवत्तणाए तेसिं तु वसियव्वं ।।२०० ।। જ્યારે અન્ય ક્ષેત્રોમાં સ્થાન મળે તેવું ન હોય અને જ્યાં સ્થાન મળે તેવું હોય તે ક્ષેત્રો અગીતાર્થ વગેરે કસાધુઓથી ભરેલાં હોય, તો તેવા સ્થાનમાં ચારિત્રના પરિણામને ટકાવીને વંદનાદિ રૂપ અનુવર્તનાથી તે પાર્થસ્થાદિ કુસાધુઓની સાથે વસવું પડે તો વસવું. ૨૦૦
इहरा सपरुवघाओ उच्छोभाईहिं अत्तणो लहुया ।
तेसिं पि पावबंधो दुगं पि एयं अणिटुं ति।।२०१।। ઉપર જણાવેલ રીતે જિનાજ્ઞાને અનુસરીને જો પાર્થસ્થાદિ કુસાધુઓની સાથે વ્યવહાર કરવામાં ન આવે, તો તેઓને અને પોતાને ઉપઘાત-નુકસાન થાય છે, તેઓ ખોટા આળ-આરોપ-કલંક આપીને લોકમાં લઘુતા કરે છે અને તે કુસાધુઓને પણ ગુણવાન પ્રત્યે દ્વેષભાવથી પાપકર્મનો બંધ થાય તેમાં પોતે નિમિત્ત બનવાથી પોતાને પણ કર્મબંધ થાય છે, આ રીતે આજ્ઞાને નહિ અનુસરવાથી બન્ને પક્ષનું અનિષ્ટ-અહિત થાય છે. ૨૦૧
ता दव्वओ य तेसिं अरत्तदुटेण कज्जमासज्ज ।
अणुवत्तणत्थमीसिं कायव्वं किंपि नो भावा।।२०२।। આ કારણે રાગ-દ્વેષના વિજેતા સુસાધુએ જ્યારે જ્ઞાન-દર્શન કે ચારિત્ર વિષયક કોઈપણ કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે જરૂર લાગે તો તે પાર્થસ્થાદિને કંઈક નમસ્કાર કરવો ઇત્યાદિ રૂપ અનુવર્તન દ્રવ્યથી કરવું. પરંતુ હૃદયના બહુમાનભાવથી કરવું નહિ. ૨૦૨
उन्नयमविक्ख नित्रस्स पसिद्धी उन्नयस्स निनाओ ।
इय अन्नोनावेक्खा उस्सग्गववाय दो तुल्ला।।२०३।। જેમ ઊંચાની અપેક્ષાએ નીચું કહેવાય છે અને નીચાની અપેક્ષાએ ઉંચુ કહેવાય છે. તેમ ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગ કહેવાય છે માટે પરસ્પરની અપેક્ષા રાખનારા ઉત્સર્ગ અને અપવાદ એ બન્ને સમાન છે. ૨૦૩
मा आयन्त्रह मा य मन्नह गिरं कुतित्थियाणं तहा, सुत्तुत्तिनकुबोहकुग्गहगहग्घत्थाणमन्नाण वि । नाणीणं चरणुज्जयाण य तहा किञ्चं करेहायरा;
निस्सेसं जणरंजणत्थमुचियं लिंगावसेसाणवि।।२०४।। ઘણું કહેવાથી શું? તમે કુતીર્થિકોની તથા શાસ્ત્રાજ્ઞાથી બાહ્ય એવા દુષ્ટ બોધ અને કદાગ્રહ રૂ૫ ગ્રહથી ગ્રસ્ત થયેલાની વાણીને સાંભળો નહિ અને માનો પણ નહિ તથા ચરણ (સંયમ) આદિ શુભ અનુષ્ઠાનોમાં