________________
प्रथमं परिशिष्टम्
पंचिंदिय-तिविहबलं नीसासूसासआउयं चेव ।
दसपाणा पनत्ता तेसिं विघाओ भवे हिंसा।।२१५ ।। દશ પ્રાણો :
સ્પર્શનેન્દ્રિય વગેરે પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ અને કાર્યબળ એમ ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ પ્રમાણે દશ પ્રાણી છે, એમ શ્રી જિનેશ્વરોએ ફરમાવ્યું છે, તે પ્રાણોનો વિઘાત કરવાથી જીવહિંસા થાય છે. ૨૧૫
आहारसरीरिंदिय पज्जत्ती आणपाण भासमणे ।
चत्तारि पंचछप्पिय एगिंदियविगलसन्नीणं ।।२१६ ।। છ પર્યાપ્તિઃ
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ છ પર્યાપ્તિ કહેવાય છે, એકેન્દ્રિય જીવોને પહેલી ચાર, વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય) જીવોને પાંચ તથા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિ હોય છે. ૨૧૬
विग्गहगइमावना केवलिणो समुहया अजोगी य ।
सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा।।२१७ ।। આહાર-અનાહાર :
વિગ્રહગતિમાં રહેલા=એક ગતિમાંથી બીજી ગતિમાં જતા જીવો, સમુદ્યાત કરનાર કેવળી ભગવંતો, ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી આત્માઓ અને સિદ્ધ ભગવંતો અણાહારી હોય છે અને બીજા સર્વ જીવો આહાર કરનાર છે. ૨૧૭
अद्दामलयपमाणे पुढविक्काए हवंति जे जीवा ।
તે પારેવમિત્તા નંબુદ્દીવે જમાડ્રષ્ના પાર૬૮ાા. જીવ સંખ્યા :
ભીના આમળા જેટલી પૃથ્વીમાં પૃથ્વીકાયના જેટલા જીવો છે, તે જીવોને જો પારેવા (કબુતર)ના કદ જેટલા મોટા કદના કરવામાં આવે તો તેઓ આ જંબુદ્વીપમાં સમાય નહિ તેટલી સંખ્યામાં છે. ૨૧૮
एगंमि उदगबिंदुम्मि जे जीवा जिणवरेहिं पन्नत्ता ।
ते वि य सरिसवमित्ता जंबुद्दीवे न माइज्जा ।।२१९।। શ્રી જિનેશ્વરોએ પાણીના એક બિંદુમાં જેટલા જીવો દર્શાવ્યા છે, તે જીવોને સરસવના પ્રમાણવાળા બનાવવામાં આવે તો પણ તે આ જંબુદ્વીપમાં સમાઈ શકે નહિ તેટલી સંખ્યામાં હોય છે. ૨૧૯