Book Title: Darshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 457
________________ ४१२ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् गुरुगुणरहिओ य इह दट्ठव्वो मूलगुणविउत्तो जो । न उ गुणमित्तविहीणु त्ति चंडरुद्दो उदाहरणं । ।१७६ ।। સાધુ મૂલગુણ વિનાનો હોય, તેને જ ગુરુના ગુણોથી રહિત જાણવો, પણ જે સાધુ એકાદ ગુણમાત્રથી રહિત હોય, તેને તો ગુરુના ગુણોથી યુક્ત જ સમજવો અને એમાં શ્રી ચંડરુદ્રાચાર્ય દૃષ્ટાન્તભૂત છે. ૧૭૬ कालाइदोसओ जइवि कहवि दीसंति तारिसा न जई । सव्वत्थ तहवि नत्थि त्ति नेव कुज्जा अणासासं । । १७७ ।। વળી આ દુષમ કાળાદિના દોષથી કોઈ સ્થાનમાં સુગુણશાળી સાધુઓ ન દેખાય, તેટલા માત્રથી ‘સર્વત્ર સાધુઓ નથી' તેવો અવિશ્વાસ કરવો નહિ. ૧૭૭ कुग्गहकलंकरहिया जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्त त्ति वृत्तमरिहंतसमयंमि ।।१७८ । । કારણ કે, શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં કદાગ્રહના કલંકથી રહિત અને યથાશક્તિ જિનાજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધનામાં ઉદ્યમશીલ સાધુઓને વિશુદ્ધ ચારિત્રવાળા કહ્યા છે. ૧૭૮ अज्जवि तिन्नपइन्ना गरुयभरुव्वहणपचला लोए । दीसंत महापुरिसा अखंडियसीलपब्भारा।।१७९।। આજે પણ વિશ્વમાં પ્રતિજ્ઞાને પૂર્ણ રીતે પાળનારા, મહાભારવાળા સંયમને વહન ક૨વામાં સમર્થ અને અખંડિત શીલના પ્રાભા૨ને ધારણ કરનારા મહાપુરુષો દેખાય છે. ૧૭૯ अवि तवसुसियंगा तणुयकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो वम्महहिययं वियारंता । । १८० । । વર્તમાન કાળમાં પણ તપના અનુષ્ઠાનથી કાયાને સુકાવનારા, અલ્પ કષાયવાળા, જિતેન્દ્રિય, ક્ષુધા આદિ પરીષહોને સહન ક૨વામાં ધીર અને કામદેવના હૃદયનું વિદારણ કરનારા=કામ વિજેતા મહાપુરુષો જગતમાં દેખાય છે. ૧૮૦ अज्जवि दयसंपन्ना छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा विगहविरत्ता सुईजुत्ता । । १८१ । । આ દુષમકાળમાં પણ દયાથી યુક્ત, છ જીવનિકાયના રક્ષણમાં ઉદ્યમવાળા, વિકથાઓથી વિરક્ત અને સ્વાધ્યાય ગુણથી સહિત એવા તપસ્વીઓ જગતમાં દેખાય છે. ૧૮૧

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512