________________
४०६
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
पंचविहायाररओ अट्ठारससहस्सगुणगणोवेओ ।
एस गुरू मह सुंदर भणिओ कम्मट्ठमहणेहिं।।१४१।। આઠ કર્મોનું મથન કરનારા શ્રી જિનેશ્વરોએ જેઓ પંચાચારનું પાલન કરવા-કરાવવામાં તત્પર અને શીલના અઢાર હજાર ગુણોથી યુક્ત હોય તેને જ મારા ગુરુ તરીકે જણાવ્યા છે. ૧૪૧
अट्ठविहा गणिसंपय चउग्गुणा नवरि हुंति बत्तीसं ।
विणओ य चउन्भेओ छत्तीसगुणा इमे तस्स ।।१४२।। ગુરુના છત્રીસ ગુણો:
આઠ પ્રકારની ગણિ-સંપદાઓ ચાર-ચાર પ્રકારની હોવાથી તેને ચારની સંખ્યા વડે ગુણતાં બત્રીશની સંખ્યા થાય. તેમાં વિનયના ચાર પ્રકાર ઉમેરવાથી છત્રીશની સંખ્યા થાય છે. આ પ્રમાણે આચાર્યના છત્રીશ ગુણ છે. ૧૪૨
वयछक्काई अट्ठारसेव आयारवाइ अद्वैव ।
पायच्छित्तं दसहा सूरिगुणा हुंति छत्तीसं।।१४३।। એકસો સોળમી ગાથામાં દર્શાવેલ વતષકનું પાલન ન કરવું વગેરે અઢાર દોષ સેવનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરતા હોવાથી અઢાર ગુણવાળા તથા આચારયુક્ત વગેરે આઠ ગુણોવાળા અને દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત આપનારા, આ રીતે પણ આચાર્યના છત્રીસ ગુણો હોય છે. ૧૪૩
आयाराई अट्ठ उ तह चेव य दसविहो य ठियकप्पो ।
बारस तव छावस्स य सूरिगुणा हुँति छत्तीसं ।।१४४।। આચાર આદિ આઠ સંપદા, દશ પ્રકારની સ્થિતિ કલ્પ, બાર પ્રકારનો તપ અને છ પ્રકારનાં આવશ્યક; આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો છે. ૧૪૪
आयार सुय सरीरे वयणे वायण मई पओगमई ।
एएसु संपया खलु अट्ठमिया संगहपरिन्ना ।।१४५।। આઠ પ્રકારની સંપદા :
૧-આચાર, ર-શ્રુત, ૩-શરીર, ૪-વચન, ૫-વાચના, ૬-મતિ અને ૭-પ્રયોગમતિ આ સાતેયમાં તથા આઠમી સંગ્રહપરિક્ષાના વિષયમાં સંપદા-અતિશય હોય, તેથી આ આઠ સંપદા કહેવાય છે. ૧૪૫
विगहा कसाय सना पिंडो उवसग्गझाण सामइयं ।
भासाधम्मो एए चउगुणिया हुंति सूरिगुणा ।।१४६॥ ચાર ચાર પ્રકારની વિકથા, કષાય, સંજ્ઞા, પિંડ, ઉપસર્ગ, ધ્યાન, સામાયિક, ભાષા અને ધર્મમાંથી ઉચિતનો સદ્ભાવ અને અનુચિતનો અભાવ હોવા રૂપે વિકથાદિ નવને ચાર ગુણા કરતાં આચાર્યના છત્રીશ ગુણો થાય છે. ૧૪૬