________________
४०८
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम
सो गुरु वइरि उ तस्सु इत्थु संदेहु न किज्जइ, सीसह सीसु हरंतु जे वनरु नरह भणिज्जइ । सुपरिक्खियइं न जस्सु सच्चु संसउ मणिछिन्नि वि;
देइ सुदेउ-सुधम्मु-सुगुरु गुरुरयणाई तिनि वि।।१५३।। જે ગુરુ સારી પરીક્ષા કર્યા વિના જ શિષ્યને રત્નત્રયી આપે છે, તે ગુરુ તે શિષ્યના ભાવ મસ્તકનો (પ્રાણનો) છેદ કરે છે માટે તે ગુરુ તેનો વૈરી છે એમાં સહેજ પણ શંકા કરવી ન જોઈએ. જે ગુરુ શિષ્યના સાચા સંશયને પરીક્ષા કરીને છેદ્યા વિના જ શિષ્યને સુદેવ આદિ રત્નત્રયી આપે છે. તે ગુરુ માણસ હોવા છતાં વાનર જેવા કહેવાય છે. ૧૫૩
सो जि धम्मु सचराचर जीवहदयसहिउ, सो गुरु जो घरघरणिसुरयसंगमरहिउ । इंदियविसयकसाइहि देउजुमुक्कमलु;
एहु लेहु रयणत्तउ चिंतियदिनफलु।।१५४ ।। સચરાચર એવા આ જગતમાં રહેલા જીવો પ્રત્યે જે ધર્મમાં દયા બતાવી હોય, તે જ વાસ્તવિક ધર્મ કહેવાય, જે ઘર-પત્ની-કામ-ક્રીડા અને સર્વ પદાર્થના સંગથી વિરહિત હોય તે જ ગુરુ કહેવાય, વળી જે ઇન્દ્રિય-વિષય-કષાય આદિથી રહિત તથા કર્મો રૂપી મળથી મુક્ત થયા હોય તે જ સાચા દેવ કહેવાય, આ ત્રણેય રત્નો ચિંતિત ફળને આપનારાં છે. ૧૫૪
देवं गुरुं च धम्मं च भवसायरतारयं ।
गुरुणा सुप्पसत्रेण जणो जाणइ निच्छियं ।।१५५ ।। સુપ્રસન્ન એવા ગુરુદ્વારા જ સઘળા ય લોકો ભવસાગરથી તારનારા દેવ-ગુરુ અને ધર્મના સ્વરૂપને નિશ્ચિતરૂપે જાણે છે. ૧૫૫
धम्मन्नू धम्मकत्ता य सया धम्मपरायणो ।
सत्ताणं धम्मसत्थत्थदेसओ भन्नए गुरु।।१५६।। ધર્મતત્વનો જ્ઞાતા, શાંતિ આદિ ધર્માનુષ્ઠાનોને સેવનારો, સદા ય ધર્મમાં તત્પર અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રોના રહસ્યોની દેશના આપનારો સાધુ, જ ગુરુ કહેવાય છે. ૧૫૬
तं सुगुरुसुद्धदेसणमंतक्खरकनजावमाहप्पं ।
जं मिच्छविसपसुत्तावि केइ पावंति सुहबोहं ।।१५७।। મિથ્યાત્વરૂપ વિષથી ઘોર નિદ્રામાં રહેલા જે કેટલાક ભારે કર્મી આત્માઓ સુખપૂર્વક બોધ પામે છે, તેમાં સદ્દગુરુની શુદ્ધ દેશના રૂપ મન્નાક્ષરોના કર્ણજાપનો (કાનમાં પડવાનો) પ્રભાવ છે. ૧૫૭