________________
दर्शनशुद्धिप्रकरणम् सम्यक्त्वप्रकरणम्
તે લાભ કરતાં પણ
પ્રકારના રત્નોથી બનાવેલાં જિનમંદિરોથી વિભૂષિત કરે, તો તેનાથી જે લાભ થાય, બાહ્ય-અત્યંતર મહાસમૃદ્ધિને આપનાર ચારિત્ર ધર્મના પાલનથી મોટો લાભ થાય છે. ૮૫-૮૬ अन्नाभावे जयणाए मग्गनासो हविज्ज मा तेण । पुव्वकयाययणाइसु ईसिं गुणसंभवे इहरा । । ८७ ।।
३९६
અહીં શંકા થાય છે કે, જો દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ મહાન હોય અને સાધુને દ્રવ્યસ્તવનો અધિકાર ન હોય તો શાસ્ત્રમાં આવે છે કે, “જિનમંદિરમાં છોડ આદિ ઉગ્યા હોય તો તેને સાધુ દૂર કરે” તે વિધાન કઈ રીતે સમજવું ? આ શંકાનું સમાધાન એ છે કે, “જ્યારે કોઈપણ અન્ય શ્રાવક કાર્ય કરનાર ન જ હોય અને પ્રાચીન જિનમંદિરમાં વૃક્ષની લતા વગેરે ઊગવાના કારણે તે જિનમંદિરનો નાશ થવાની શક્યતા હોય, તેના યોગે માર્ગનો-તીર્થનો નાશ થવાની સંભાવના જણાતી હોય તથા તે વૃક્ષને દૂર કરવામાં વિશેષ લાભ જણાતો હોય તો તે અનિષ્ટને ટાળવા અન્ય કોઈ ન જોતાં હોય તેવા સમયે મુનિ તે લતા આદિને યતનાપૂર્વક દૂર કરે. આટલા માત્રથી દ્રવ્યસ્તવ ક૨વાનો મુનિને અધિકાર છે, એમ માનવું અનુચિત છે. ૮૭
चेइअकुलगणसंघे आयरियाणं च पवयणसुए य । सव्वेविण कयं तवसंजममुज्जमंतेण । ८८ ।।
જે આત્મા તપ અને સંયમમાં ઉદ્યમશીલ હોય તે આત્માએ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુત એ સર્વ વિષયમાં યથોચિત કાર્ય કરેલું છે. ૮૮
भति भइ सुमवियारो न सावगाण पुरो ।
नजओ अंगाइ सुव्वइ तव्वन्नणा एवं ।।८९ ।।
કેટલાક ભવાભિનંદી આત્માઓ કહે છે કે, સાધુએ શ્રાવકોને આગમમાં પ્રરૂપેલ સૂક્ષ્મ વિચારો કહેવા નહિ. તેઓનું આ કથન અનુચિત છે. કારણ કે, અંગ ઉપાંગાદિમાં પણ શ્રાવકના ગુણોની જે પ્રશંસા ક૨વામાં આવી છે તે આ મુજબ છે. ૮૯
लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा य । अहिगयजीवाईया अचालणिज्जा पवयणाओ ।। ९० ।। तह अट्ठिअट्ठिमज्जाणुरायरत्ता जिणिदपत्रत्तो । एस धम्मो अट्ठो परमट्ठो सेसगमणट्ठो । । ९१ । ।
सुत्ते अत्थे कुसला उस्सग्गववाइए तहा कुसला ।
ववहारभावकुसला पवयणकुसला य छट्ठाणा । । ९२ ।।
તે શ્રાવકો નિત્ય જિનધર્મનું શ્રવણ કરનારા હોવાથી લબ્ધાર્થ કહેવાય. તે સાંભળેલ ધર્મને હૃદયમાં