________________
प्रथमं परिशिष्टम्
સારી રીતે ધારણ કરતા હોવાથી ગૃહીતાર્થ કહેવાય. કોઈ તત્ત્વમાં સંશય થાય તો પ્રશ્ન કરીને સમાધાન મેળવતા હોવાથી પ્રશ્ચિતાર્થ કહેવાય છે. સમાધાન મેળવ્યા બાદ તત્ત્વોના સંપૂર્ણ રહસ્યને નિશ્ચિત રીતે જાણતા હોવાથી વિનિશ્ચિતાર્થ કહેવાય અને જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા હોવાથી શ્રી જિનેશ્વર પરમાત્માના પ્રવચનની દૃઢ શ્રદ્ધાવાળા હોય છે માટે જ કોઈથી ચલાયમાન ન કરી શકાય તેવા હોય છે. ૯૦
અસ્થિ અને અસ્તિમજ્જાની જેમ શ્રી જિનધર્મમાં દૃઢ અનુરાગવાળા હોય છે તથા ‘આ જિનધર્મ જ ઉપાદેય અને પરમાર્થ સ્વરૂપ છે, તે સિવાયના શિવ-શાક્ય આદિ દરેક ધર્મો અનર્થકારી છે.’ એવું માનનારા હોય છે. ૯૧
३९७
વળી તે શ્રાવકો અસ્ખલિતાદિ ગુણોથી યુક્ત સૂત્રોને બોલવામાં કુશળ હોય છે, સૂત્રોના અર્થોને જાણવામાં કુશળ હોય છે, ઉત્સર્ગ અને અપવાદમાર્ગમાં કુશળ હોય છે, ધર્મ આદિ ચાર પ્રકારના વ્યવહા૨માં કુશળ હોય છે અને ભાવમાં કુશળ હોય છે. આમ પ્રવચનકુશળના છ સ્થાનો છે. ૯૨
पुच्छंताणं धम्मंतंपि य न परिक्खिउं समत्थाणं । आहारमित्तलुद्धा जे उम्मग्गं उवइति ।। ९३ ।।
हति सिंधम्मियजणनिंदणं करेमाणा । आहारपसंसासु य निंति जणं दुग्गइं बहुयं । । ९४ ।।
આહાર-વસ્ત્ર-પાત્ર-પૂજા આદિમાં લુબ્ધ થયેલા જે સાધુઓ, ધર્મની પરીક્ષા કરવામાં અસમર્થ એવા ધર્મનું સ્વરૂપ પૂછનારા શ્રાવક વિગેરે આત્માઓને ઉન્માર્ગનો ઉપદેશ આપે છે, તેવા કુસાધુઓ તે ભદ્રિક પરિણામી આત્માઓની સદ્ગતિનો નાશ કરે છે. વળી આહાર અને આહાર આપનારની પ્રશંસા તથા ધાર્મિક લોકની નિંદા ક૨ના૨ા તેઓ અનેક અજ્ઞાન આત્માઓને દુર્ગતિમાં લઈ જાય છે. ૯૩-૯૪
हु हु वसणप्पत्तो सरीरदोब्बल्लयाए असमत्थो । चरणकरणे असुद्धे सुद्धं मग्गं परूविज्जा ।। ९५ । ।
કોઈપણ આપત્તિમાં ફસાયેલો અગર તો પાંચેય ઇન્દ્રિયના બળથી રહિત તથા શરીરની દુર્બળતાના કા૨ણે જે કોઈ સાધુ અતિચાર રહિત ચારિત્રધર્મનું પાલન ક૨વામાં અસમર્થ હોય તે સાધુએ પોતાના ચરણ કરણ અશુદ્ધ હોવા છતાં પણ ધર્મદેશના તો શુદ્ઘમાર્ગની જ આપવી જોઈએ. ૯૫
परिवारपूयहेउं पासत्थाणं च आणुवित्तीए ।
जोन कइ विसुद्धं तं दुल्लहबोहियं जाण । । ९६ ।।
જે કોઈ સાધુ પોતાના પરિવારને પૂજા-પ્રતિષ્ઠા મળ્યા કરે એવા હેતુથી પાર્શ્વસ્થાદિ કુસાધુઓના ચિત્તને અનુસરીને શ્રાવકવર્ગને વિશુદ્ધ એવા મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા નથી, તે સાધુ દુર્લભબોધિ બને છે. ૯૬