________________
प्रथमं परिशिष्टम्
૩૬.
तं नत्थि भुवणमज्झे पूयाकम्मं न जं कयं तस्स ।
जेणेह परमआणा न खंडिया परमदेवस्स ।।८।। પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વશ્રેષ્ઠ પૂજા હોવાથી જે આત્માએ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની “સર્વ જીવોની રક્ષા રૂપ' શ્રેષ્ઠ આજ્ઞાનું ખંડન નથી કર્યું, તે આત્માને સર્વ પ્રકારી પૂજાનો લાભ મળે છે અર્થાત્ ભુવનમાં એવું કોઈ પૂજાકર્મ નથી જે તેણે ન કર્યું હોય. ૮૦
मेरुस्स सरिसवस्स य जत्तियमित्तं तु अंतरं होई ।
भावत्थयदव्वत्थयाण अंतरं तत्तियं नेयं ।।८१।। મેરુ પર્વત અને સરસવ વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ વચ્ચે છે. ૮૧
उक्कोसं दव्बत्थयं आराहिय जाइ अअयं जाव ।
भावत्थएण पावइ अंतमुहुत्तेण निव्वाणं ।।८२।। દ્રવ્યસ્તવની આરાધના કરનારો આત્મા ઉત્કૃષ્ટથી “અશ્રુત' નામના બારમા દેવલોક સુધી જાય છે અને ભાવસ્તવ વડે આત્મા અંતર્મુહૂર્ત માત્ર કાળમાં જ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. ૮૨
मोत्तूणं भावथयं दव्वथए जो पयट्टए मूढो ।
सो साहू वत्तव्यो गोयम ! अजओ अविरओ य ।।८३।। હે ગૌતમ ! કૃત્યાકૃત્યના વિવેક વિનાનો જે મૂઢ સાધુ ભાવસ્તવને ત્યજીને દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, તે સાધુ અસંયત અને અવિરત કહેવાય છે. ૮૩
मंसनिवित्तिं काउं सेवइ 'दंतिक्कयंति धणिभेया।
इय चइऊणारंभं परववएसा कुणइ बालो ।।८४ ।। જે આત્મા આરંભવાળી પ્રવૃત્તિની પ્રતિજ્ઞા કરીને, ભગવાનની ભક્તિના નામે આરંભવાળી પ્રવૃત્તિ કરે અને કહે કે હું ભક્તિ કરું છું, તે માણસ “માંસ ન ખાવું' એવો નિયમ કરીને માંસનું ભક્ષણ કરે અને કહે કે, “હું માંસ નથી ખાતો. પરંતુ “દતિક્કય' દાંતમાં કચ-કચ કરનારી વસ્તુ ખાઉં છું.' એમ શબ્દ ભેદ રજૂ કરનાર જેવો મૂઢ છે. ૮૪
तित्थयरुद्देसेण वि सिढिलिज्ज न संजमं सुगइमूलं । तित्थयरेण वि जम्हा समयंमि इमं विणिद्दिष्टुं ।।८५ ।। सव्वरयणामएहिं विभूसियं जिणहरेहिं महिवलयं ।
जो कारिज्ज समग्गं तओ वि चरणं महिड्डियं ।।८६।। શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિના આશયથી પણ સદ્ગતિના મૂળભૂત ચારિત્રને શિથિલ કરવું જોઈએ નહિ, કારણ કે તીર્થંકર પ્રભુએ પણ આગમમાં ફરમાવ્યું છે કે, કોઈ આત્મા સમગ્ર પૃથ્વીવલયને સર્વ