________________
प्रथमं परिशिष्टम्
भावानुवादसहितं दर्शनशुद्धिप्रकरणम्
पत्तभवन्त्रवतीरं दुहदवनीरं सिवंबतरुकीरं । कंचणगोरसरीरं नमिऊण जिणेसरं वीरं । । १ । । वुच्छं तुच्छमईणं अणुग्गहत्थं समत्थभव्वाणं । सम्मत्तस्स सरूवं संखेवेणं निसामेह ।। २ ।।
सम्यक्त्वप्रकरणम्
મંગલાચરણ :
ભવસાગરના કિનારાને પામેલા, દુઃખના દાવાનલને શાંત કરવા માટે જળ જેવા, શિવપદરૂપ આમ્રવૃક્ષમાં પોપટની જેમ પરમ આનંદનો અનુભવ ક૨ના૨ા અને સુવર્ણવર્ણા શ૨ી૨વાળા શ્રીવીર જિનેશ્વરને નમસ્કાર કરીને અલ્પમતિવાળા સમસ્ત ભવ્યપ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવા માટે ‘સમ્યક્ત્વના સ્વરૂપ’ને હું સંક્ષેપથી કહીશ. હે ભવ્ય જીવો ! તમે તેને સાંભળો. ૧-૨
सुयसायरो अपारो आउं थोवं जिया य दुम्मेहा ।
तं किंपि सिक्खियव्वं जं कज्जकरं च थोवं च ॥ ३ ॥
સંક્ષેપકથનનો હેતુ :
શ્રુતસાગર અપાર છે. દુષમકાળના પ્રભાવે જીવોનું આયુષ્ય પણ અલ્પ છે અને જીવો પણ મંદબુદ્ધિવાળા છે. તેથી આલોક અને પરલોકના ઈષ્ટ પ્રયોજનનું સાધક એવું કાંઈ પણ શીખવું જોઈએ. પછી ભલે તે થોડું (સંક્ષેપમાં કહેલું) હોય. ૩
मिच्छत्तमहामोहंधयारमूढाण इत्थ जीवाणं ।
पुन्नेहिं कह वि जायइ दुलहो सम्मत्तपरिणामो ।।४।।
આ સંસારમાં મિથ્યાત્વરૂપ મહામોહના અંધકાર વડે મૂઢ બનેલા થયેલા જીવોને દુર્લભ એવો પણ સમ્યક્ત્વનો પરિણામ પુણ્યથી પ્રગટ થાય છે. ૪
देव धम्मो मग्गो साहू तत्ताणि चेव सम्मत्तं । तव्विवरीयं मिच्छत्तदंसणं देसियं समए ॥ ५ ॥
સમ્યક્ત્વાદિનું સ્વરૂપ :
દેવ, ધર્મ, માર્ગ તથા સાધુ અને જીવ આદિ તત્ત્વની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવાય છે અને દેવાદિના વિષયમાં વિપરીત શ્રદ્ધાને મિથ્યાત્વ કહેવાય છે. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલું છે. ૫