Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૭ : કરવો; તેઓને આત્માનો અનિર્ણય છે તેથી તેમને પણ જરાય ધર્મ પ્રગટે નહીં. ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ જ્ઞાન [૬] આત્માને સર્વજ્ઞ માનતાં એ પણ સિદ્ધ થયું કે દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાયો યથાઅવસરે પ્રગટે છે. તે પર્યાય પ્રગટ થાય ત્યારે જે નૈમિત્તિક ભાવ-શુદ્ધ કે અશુદ્ધ થાય તેમાં નિમિત્ત યથાઅવસરે પોતપોતાને કા૨ણે હોય જ છે. આ સંબંધમાં આ ગ્રંથના નિશ્ચયઅધિકાર પૃ. ૫૫માં નીચે પ્રમાણે કહ્યું છે 66 “(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય એને પણ નિશ્ચય કહીએ છીએ. (૮) વળી જે જે ભાવની જેવીજેવી રીત વડે પ્રવર્તના છે (તે તે) ભાવ તેવી તેવી રીત પામીને પરીણમે-એને પણ નિશ્ચય કહે છે. ,, [૭]–આ પ્રમાણે આત્માને સર્વજ્ઞસ્વભાવ, અને નિમિત્તનૈમિત્તિક સંબંધવાળા પર્યાયોસહિતના દ્રવ્યોના તમામ પર્યાયો ક્રમબદ્ધ હોવાનું જેણે સ્વીકાર્યું તેને પ૨ની અને વિકારની કર્તાબુદ્ધિ છૂટી જાય છે. (૮) એક જ સમયે કારણકાર્ય તથા શાશ્વત અને ક્ષણિક એવા ઉપાદાનના બે ભેદો દરેક પર્યાયની સ્વતંત્રતા બતાવવા માટે આ ગ્રંથમાં કારણકાર્યનું સ્વરૂપ બહુ સારી રીતે પૃ. ૩૫ થી ૩૭ તથા ૪૦-૪૧માં આપ્યું છે; તેનો ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં કહ્યું છે કે 66 (૧) “ કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.” (પૃ. ૬) (૨) “ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે.” (પૃ. ૪૦) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 142