Book Title: Chidvilas Author(s): Dipchand Shah Kasliwal Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જેમ અરિસામાં ઘડો, વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે દેખવું' તે તો ઉપચારદર્શન નથી; (તેમ જ્ઞાન) જ્ઞયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી, પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ-પર પ્રકાશકશક્તિ છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય-વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપકરૂપ એકતા નથી તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુ શક્તિ ઉપચાર નથી. તે જ સ્વચ્છ (7) શક્તિ છે, જેમ અરિસામાં, જો ઘટ પટ દેખાય છે તો નિર્મળ છે અને જો ન દેખાય તો મલિન છે. તેમ જ જ્ઞાનમાં જો સકળ જ્ઞય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્ય-પ્રદેશ વડે તો શેયમાં જતું નથી-શેયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો યાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય, માટે દ્રવ્યથી ( જ્ઞાનને) શેયવ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ એવી પરપ્રકાશક શક્તિ છે તે શક્તિના પર્યાય વડ યોને જાણે છે.” (પૃ. ૧૩-૧૪). લક્ષણ:- જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વપર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ કે જે કેવળ સ્વવેદ જ (અર્થાત માત્ર પોતાને જાણનાર) છે તે સ્વ-પર પ્રકાશક નથી તો મહા દૂષણ થાય. સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે.” (પૃ. ૧૬) [૪]–આ ઉપરથી સિદ્ધ થયું કે જેઓ આત્માનો સર્વજ્ઞસ્વભાવ નથી માનતા તેઓ આત્માને માનતા જ નથી, તેથી તેમને “ધર્મ' અંશે પણ પ્રગટે નહિ. [ ૫] કેટલાક એમ માને છે કે આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે કે નહિ તે ઝંઝટમાં આપણે પડવું નહિ, પણ આપણે તો રાગને પૃથક Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 142