________________
‘ચરણાનુયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા,
પરમ પૂજ્ય બા-ડાહીબેન મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ
પરમ પૂજ્ય શ્રી ડાહીબેનનો જન્મ. સન ૧૯૦૯માં થયો. શ્રી મહાસુખભાઈ ડોસાભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા બાદ નાની ઉંમરમાં પ્રચંડ પુરુષાર્થ કરી જાત-મહેનતથી સર્વ કાર્ય કરી કુટુંબમાં સસુરપક્ષે સુવાસ ફેલાવી. ગમે તેવી વિટંબણામાં મૌનના ઉત્તમ ગુણને કેળવેલ- પૂજ્ય ડાહીબાના લાડલા સુપુત્ર નંદુભાઈને જન્મ આપી. ૩૫ વર્ષની ઉંમરમાં સ્વર્ગવાસી થયા. આથી શ્રી નંદુભાઈ તથા ડાહ્યાભાઈ લાડલી. દીકરી વિદ્યાબેનએ નાની ઉંમરે માતાની હુંફ ગુમાવી. પરંતુ શ્રી નંદુભાઈએ પોતાની કોઠાસુઝ અને જાતમહેનતે ધંધામાં પુન્યોદયે આગળ વધ્યા. પૂજ્ય ડાહીબાના પૌત્ર
સ્વ. ડાહીબેન મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ ચેતનભાઈ નંદુભાઈ સારો અભ્યાસ કરી પોતાની ધગશ-ખંત અને સખત મહેનત કરી ધંધામાં ખૂબ આગળ વધ્યા છે.
પૂ. માતાપિતાની યાદમાં યતકિંચીત ઋણ ચૂકવવા પોતાના માદરે વતન સાણંદમાં ડાહીબેન મહાસુખભાઈના નામે આંખની હોસ્પીટલમાં સારી રકમનું દાન આપી હોસ્પીટલ બનાવી છે.
વંદન હો - માતાના ઉપકાર ઋણને માતાના નામે નાનીમોટી સખાવતો શ્રી નંદુભાઈ કરી રહ્યા છે- તે માતાના ઉપકારની પાવનધારા છે.
આદરણીય શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ
શ્રી ડોસાભાઈ ગોપાળદાસ પટેલના ખાનદાન ખોરડે અને પૂ. જડીબેનની કુક્ષીએ સાણંદ મુકામે ૧૨-૧૦-૧૯૨૦માં જન્મ થયો. કડવા પાટીદાર હોસ્ટેલ (આંબાવાડી) ૨હી નૂતન ફેલોશીપ હાઇસ્કુલમાં S. S. C. સુધી અભ્યાસ પાસ ૧૯૩૮માં કરી વહેપાર ક્ષેત્રે જોડાયા. સૂઝ-સમજ-નમ્રતાના ગુણથી અનાજના ધંધામાં સારૂ સ્થાન મેળવી, પ્રમુખસ્થાન ગ્રેઈન મરચન્ટ એસોશીએશનનું
દિપાવેલું. અનેક નાની મોટી સામાજીક, ધાર્મિક સંસ્થાઓમાં શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ કર્તવ્ય પરાયણ થઈ ચોમેર સુવાસ ફેલાવી. સં. ૧૯૯૫માં
સાણંદ સોમનાથભાઈ પટેલની સુપુત્રી કાન્તાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. મોટી દીકરી ઈન્દીરાબેન - સુપુત્ર શ્રી નવનીતભાઈ – દીકરી કોકીલાબહેન - સુપુત્ર - મધુસુદન ચારેયમાં ધર્મના સંસ્કારના બીજ રોપ્યા. સં. ૨૦૨૮માં બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. ધંધાક્ષેત્રે શ્રી નવનીતભાઈ પિતાજીની છાયામાં ઘણાજ બાહોશ - કુશળ અને નમ્ર વહેપારી તરીકે તૈયાર થયા છે. તા. ૨૬-૧૦-૯૨ સોમવાર બપોરના નશ્વર દેહ છોડયો - ત્યારપછી શ્રી ચીમનભાઈ ડોસાભાઈ અનાજની પેઢીની સુવાસ શ્રી નવનીતભાઈને ચોમેર ફેલાવી છે. પુત્રવધુ અ.સૌ. મીનાબેન તથા પૌત્ર ચિ. પરાસર - પૌત્રી ચિ. હીમાનીબેન પૂ. દાદાજીએ આપેલ ધર્મના સંસ્કાર દિપાવી રહ્યા છે.
Jain Education