Book Title: Charnanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ પ્રકાશકીય... - ભારતીય સંસ્કૃતિનું સર્વમાન્ય સૂત્ર છે - આવાર: પ્રથમો ધર્મ : - આચાર પ્રથમ ધર્મ છે. જૈન પરંપરા મેં “આયારો વો ગંગો” આચાર પ્રથમ અંગ છે. અંગનો અર્થ ધર્મશાસ્ત્ર તો છે જ, પરંતુ વ્યાપક અર્થમાં લઈએ તો – જીવનનું મુખ્ય અંગ પણ છે. ભારતીય આગમોમાં માનવતાનું જેટલું મહત્ત્વ આંકવામાં આવ્યું છે, તેનાથી પણ ઘણું અધિક મહત્ત્વ સાધક જીવનમાં આચાર ધર્મનું કહેવામાં આવ્યું છે. પ્રાચીન જૈન પરંપરામાં "આચાર" માટે "ચરણ” શબ્દનો પ્રયોગ થતો હતો. ચરણ એટલે ચારિત્ર. મનુષ્યના આચાર ધર્મની મર્યાદા, સંયમ સાધનાનો વ્યવસ્થિત માર્ગ - ચરણ છે. જૈન શ્રુત જ્ઞાન-શાસ્ત્રોને ચાર અનુયોગોમાં વિભાજિત કરવામાં આવેલ છે (૧) ચરણાનુયોગ (૨)ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. આ ચારે અનુયોગ મૂળ અને હિન્દી અનુવાદ સાથે આઠ ભાગમાં પ્રકાશિત થઈ ચૂકયા છે, જેમની સ્વાધ્યાયકર્તાઓ અને વિદ્વાનોએ ઘણી પ્રશંસા કરી છે, અત્યંત ઉપયોગી સાબિત થયા છે અને તેમાંના કેટલાંક તો અપ્રાપ્ય પણ થઈ ચૂકયા છે. ટ્રસ્ટની યોજના અનુસાર આ અનુયોગોનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થઈ રહ્યો છે. ધર્મકથાનુયોગ બે ભાગોમાં અને ચરણાનુયોગનો પ્રથમ ભાગ પ્રકાશિત થઈ ગયા છે. ચરણાનુયોગનો દ્વિતીય ભાગ પ્રકાશિત કરતાં આનંદની અનુભૂતિ થઈ રહી છે. - અનુયોગ સંપાદન પ્રકાશન કાર્યમાં પૂ. ગુરુદેવ ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ. 'કમલ' એ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. ગુજરાતી પ્રકાશનમાં પણ તેઓનું માર્ગદર્શન આવી વૃદ્ધાવસ્થા અને અસ્વસ્થતાની સ્થિતિમાં પણ મળતું રહ્યું છે. આથી આવા મહાન સંત પ્રત્યે આભાર વ્યક્ત કરવો તો ઔપચારિકતા માત્ર છે. આ શ્રુતજ્ઞાનનો અધિકમાં અધિક સદુપયોગ થાય અને જીવનમાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ થાય, તે જ તેઓ પ્રત્યે સાચી કૃતજ્ઞતા કહેવાશે. પૂ. ગુરૂદેવના પ્રિય શિષ્ય શ્રી વિનયમુનિજી 'વાગીશ'ની વિશેષ પ્રેરણા અને સહયોગથી આ ભગીરથ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા તેમની માતૃભાષા ન હોવા છતાં પ્રેસ કોપી, પ્રૂફરીડીંગ, મૂળ અનુવાદ આદિનું સૂક્ષ્મ અવલોકન કરવામાં તેઓએ અથાગ પરિશ્રમ કર્યો છે. પૂજ્ય ગુરૂદેવની સેવા - વૈયાવચ્ચ કરતાં કરતાં, અપ્રમત્ત ભાવે શ્રુતસેવાનો સુંદર સમન્વય તેઓશ્રીએ પોતાના જીવનમાં કર્યો છે, તે માટે અમે તેઓશ્રીના હૃદયપૂર્વક આભારી છીએ. સ્થાનકવાસી જૈન સમાજના પ્રખ્યાત તત્ત્વચિંતક આત્માર્થી પૂજ્યશ્રી મોહનૠષિજી મ.ની વિદૂષી સુશિષ્યા, જિનશાસનચન્દ્રિકા મહાસતીજી શ્રી ઉજ્જવલકુમારીજીની સુશિષ્યા મહાસતીજી ડૉ. શ્રીમુક્તિપ્રભાજી, ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, ડૉ. શ્રી અનુપમાજી, જે ત્રણે પી. એચ. ડી. છે, તેઓનો તથા તેમની શ્રુતાભ્યાસી શિષ્યાઓના પણ અમે આભારી છીએ કે જેમણે ચરણાનુયોગ તથા દ્રવ્યાનુયોગના મૂળ અને હિન્દી અનુવાદના સંપાદનમાં ઉપાધ્યાયશ્રીજીને વિશેષ સહયોગ આપ્યો અને જેઓના અથાગ પરિશ્રમથી જ આ વિશાળ કાર્ય મૂર્તરૂપ ધારણ કરી શકયું છે. ચરણાનુયોગના બન્ને ભાગોનું ગુજરાતી ભાષાન્તર પણ મહાસતીશ્રી ડૉ. મુક્તિપ્રભાજીએ કર્યું છે. ગુજરાતી ભાષાન્તરની પ્રેસ કોપી ડૉ. મ.સ. શ્રી અનુપમાજી, ભવ્યસાધનાજી તથા વિરતિસાધનાજીએ તૈયાર કરી છે. દ્રવ્યાનુયોગ જેવા વિશાળ ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર પણ તેઓશ્રી તથા તેઓશ્રીની વિદૂષી શિષ્યાઓ કરી રહ્યા છે. આ બધા સહયોગ માટે અમે તેઓશ્રીના અંતઃકરણપૂર્વક આભારી છીએ. જૈન દર્શનના પ્રખ્યાત વિદ્વાન પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયાએ પણ પોતાનો અમૂલ્ય સમય નિસ્વાર્થ ભાવનાથી ઉદારતાપૂર્વક આ કાર્યના માર્ગદર્શન – સલાહસૂચનમાં આપ્યો છે. તેમના પ્રતિ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અમારી ફરજ છે. Jain Education International 11 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 630