________________
(૧) આગમોનો કેવી રીતે વિસ્તાર થયો છે તે સ્પષ્ટ થઈ જાય છે. (૨) કયો પાઠ આગમ સંકલનકાળ બાદ પ્રવિષ્ટ થયો છે ?
(૩) આગમપાઠોમાં આગમલેખનથી પહેલાં કે પછી વાચના ભેદના કારણે કે દેશ-કાલના વ્યવધાનના કારણે લિપિકાલમાં શું અંતર પડ્યું છે ?
(૪) કયો આગમપાઠ સ્વ-મતનો છે તથા કયો પર-મતની માન્યતાવાળો છે?તથા ભ્રાંતિવશ પરમતની માન્યતાવાળો કયો પાઠ આગમમાં સંકલિત થઈ ગયો છે ?
આ પ્રકારના અનેક પ્રશ્નોનું સમાધાન આ શૈલીથી પ્રાપ્ત થઈ જાય છે જેનું આધુનિક શોધના છાત્રો | પ્રાચીનવિદ્યાના અનુસંધાતા વિદ્વાનો માટે ઘણું જ મહત્ત્વ છે.
અનુયોગ કાર્યનો પ્રારંભ : લગભગ આજથી ૫૦ વરસ પહેલાં મારા મનમાં અનુયોગ વર્ગીકરણ પધ્ધતિથી આગમોનું સંકલન કરવાની ભાવના જાગી હતી. શ્રી દલસુખભાઈ માલવણીયાએ તે સમયે મને માર્ગદર્શન આપ્યું. પ્રેરણા આપી અને નિઃસ્વાર્થ નિસ્પૃહભાવથી આત્મિક સહયોગ પ્રદાન કર્યો. તેમની પ્રેરણા અને સહયોગ પ્રાપ્ત થવાથી મારો સંકલ્પ દઢ થતો ગયો અને હું આ શ્રુતસેવામાં લાગી ગયો. આજના અનુયોગ ગ્રંથ તે બીજના મધુરા ફળ છે.
| સર્વપ્રથમ ગણિતાનુયોગનું કાર્ય સ્વર્ગીય ગુરૂદેવ શ્રી ફતેહચંદજી મ.સા. ના સાનિધ્યમાં પ્રારંભ કર્યુ હતું પરંતુ તેનું પ્રકાશન તેમના સ્વર્ગવાસ બાદ થયું,
થોડા સમય બાદ ધર્મકથાનુયોગનું સંપાદનકાર્ય પ્રારંભ કર્યું. તે બંને ભાગ પરિપૂર્ણ થયા ત્યાં સુધી ગણિતાનુયોગનું પૂર્વ સંસ્કરણ સમાપ્ત થઈ ગયું હતું તથા અનેક સ્થાનોથી માંગ આવતી હતી. આ કારણે ધર્મકથાનુયોગ બાદ ફરીથી ગણિતાનુયોગનું સંશોધન કરવાની શરૂઆત કરી. સંશોધન તો શું ? પરંતુ ૫૦ ટકા નવું જ સંપાદન થઈ ગયું. તેનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયા બાદ ચરણાનુયોગનું આ સંકલન પ્રસ્તુત છે.
કહેવત છે કે "શ્રેયાંસિ બહુવિજ્ઞાનિ” શુભ તથા ઉત્તમ કાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે. વિદ્ધ તથા બાધાઓ અમારી દઢતા, ધીરતા સંકલ્પશક્તિ તથા કાર્યપ્રતિ નિષ્ઠાની પરીક્ષા છે. મારા જીવનમાં પણ આવી કસોટી અનેકવાર થઈ છે. અનેક વખત શરીર અસ્વસ્થ થયું, કઠિન બિમારીઓ આવી, કયારેક સહયોગી મળ્યા, કયારેક ન મળ્યા. પરંતુ હું મારા કાર્યમાં જોડાયેલો જ રહ્યો !
સંપાદનમાં સેવાભાવી વિનયમુનિ વાગીશ પણ મારા સહયોગી બન્યા. તેઓ આજ પણ શારીરિક સેવાઓની સાથે સાથે માનસિક દષ્ટિએ પણ મને પરમ શાતા આપે છે, અને અનુયોગ સંપાદનમાં પણ સંપૂર્ણ જાગરુકતાપૂર્વક સહયોગ પ્રદાન કરી રહ્યા છે.
મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમ મુનિજી પણ મારી સેવામાં તત્પર છે અને પ્રવચન પ્રભાવના કરીને મને શાંતિ આપે છે. શ્રી સંજયમુનિ 'સરલ’ પણ મારી હાર્દિક લગનથી સેવા કરી રહ્યા છે.
ખંભાત સંપ્રદાયના આચાર્યપ્રવર શ્રી કાંતિઋષિજી મ.સા. ના પ્રશિષ્ય વ્યાકરણાચાર્ય શ્રી મહેન્દ્રષિજી મ.સા. પણ શ્રુતસેવામાં સહયોગી થયા છે. સંપાદકીય સહયોગ :
આ શ્રમસાધ્યમહાકાર્યમાં આગમજ્ઞશ્રી તિલોકમુનિનો પણ મને સહયોગ પ્રાપ્ત થયો છે.
Jain Education International
* 14 For Private & Personal Ufe Only
www.jainelibrary.org