________________
૬૩
યોગવિદ્યા સમ્યગ્દર્શન", સર્વજ્ઞ, ક્ષીણક્લેશ, ચરમદેહ આદિ.
(૨) વિષયનું સાદૃશ્ય – પ્રસુH, તનુ આદિ ક્લેશાવસ્થા, પાંચ યમ, યોગજન્ય વિભૂતિઓ, સોપક્રમ નિરુપક્રમકર્મનું સ્વરૂપ તથા
૧. યોગસૂત્રભાષ્ય ૪.૧૫, તત્ત્વાર્થસૂત્ર ૧.૨ ૨. યોગસૂત્રભાષ્ય ૩.૪૯, તત્ત્વાર્થસૂત્ર ૩.૪૯ ૩. યોગસૂત્રભાષ્ય ૧.૪. જૈન શાસ્ત્રમાં બહુધા “ક્ષીણમોહ” “ક્ષીણકષાય’ શબ્દો
મળે છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર ૯.૩૮ ૪. યોગસૂત્રભાષ્ય ૨.૪, તત્ત્વાર્થસૂત્ર ૨.પર પ. પ્રસુH, તન, વિચ્છિન્ન અને ઉદાર આ ચાર અવસ્થાઓનું વર્ણન યોગમાં
(૨.૪) છે. જૈન શાસ્ત્રમાં તે જ ભાવ મોહનીયકર્મની સત્તા, ઉપશમ ક્ષયોપશમ, વિરોધી પ્રકૃતિના ઉદયાદિકૃત વ્યવધાન અને ઉદયાવસ્થાના
વર્ણનરૂપે વર્તમાન છે. જુઓ યોગસૂત્ર(૨.૪)ની યશોવિજયકૃત વૃત્તિ. ૬. પાંચ યમોનું વર્ણન મહાભારત આદિ ગ્રન્થોમાં છે ખરું પરંતુ તેની પરિપૂર્ણતા
નાતિશનિસનેયીનવછિન્ના: સાર્વભૌમ મહાવ્રતમ્ (યોગસૂત્ર ૨.૩૧)માં તથા દશવૈકાલિક અધ્યયન ૪ આદિ જૈનશાસ્ત્રપ્રતિપાદિત મહાવ્રતોમાં જોવામાં
આવે છે. ૭. યોગસૂત્રના ત્રીજા પાદમાં વિભૂતિઓનું વર્ણન છે. તે વિભૂતિઓ બે પ્રકારની
છે – વૈજ્ઞાનિક અને શારીરિક. અતીતાનાગતજ્ઞાન, સર્વભૂતરુતજ્ઞાન, પૂર્વજાતિજ્ઞાન, પરચિરાફાન, ભુવનજ્ઞાન, તારાબૃહજ્ઞાન, આદિ જ્ઞાનવિભૂતિઓ છે. અન્તર્ધાન, હસ્તિબલ, પરકાયપ્રવેશ, અણિમા આદિ ઐશ્વર્ય તથા રૂપલાવણ્યાદિ કાયસંપર્ વગેરે શારીરિક વિભૂતિઓ છે. જૈન શાસ્ત્રમાં પણ અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, જાતિજ્ઞાન, પૂર્વજ્ઞાન આદિ જ્ઞાનલબ્ધિઓ છે અને આમૌષધિ, વિપુડષધિ, ગ્લેખૌષધિ, સર્વોષધિ, જંઘાચારણ, વિદ્યાચારણ, વૈક્રિય, આહારક આદિ શારીરિક લબ્ધિઓ છે. જુઓ
આવશ્યકનિયુક્તિ (ગાથા ૬૯,૭૦). લબ્ધિ એ વિભૂતિનું નામાન્તર છે. '૮. યોગભાણ અને જૈન ગ્રન્થોમાં સોપક્રમ નિરુપક્રમ આયુષ્કર્મનું સ્વરૂપ
બિલકુલ એકસરખું છે, એટલું જ નહિ પણ એ સ્વરૂપને સમજાવવા ભાગ્યકારે યોગસૂત્ર ૩.૨૨ના ભાષ્યમાં આÁ વસ્ત્ર અને તૃણરાશિના જે બે દૃષ્ટાન્તો આપ્યાં છે તે આવશ્યકનિયુક્તિ (ગાથા ૯૫૬) તથા વિશેષાવશ્યક ભાષ્ય (ગાથા ૩૦૬ ૧) આદિ જૈન શાસ્ત્રમાં સર્વ પ્રસિદ્ધ છે, પરંતુ તત્ત્વાર્થભાષ્યમાં (૨.૫૨) બે દૃષ્ટાન્તો ઉપરાંત એક ત્રીજું ગણિતવિષયક દૃષ્ટાન્ત પણ આપ્યું છે. આ વિષયમાં ઉક્ત વ્યાસભાષ્ય અને તત્ત્વાર્થભાષ્યનું શાબ્દિક સાદૃશ્ય પણ બહુ અધિક અને અર્થસૂચક છે. –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org