Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 141
________________ ૧૦ર ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ જૈન પરંપરાને પોતાના તત્ત્વજ્ઞાનના અનેકાન્તસિદ્ધાન્તનો બહુ મોટો ગર્વ હતો, તે સમજતી હતી કે આવો સિદ્ધાન્ત અન્ય કોઈ ધર્મપરંપરાના નસીબમાં નથી, પરંતુ ખુદ જૈન પરંપરા તે સિદ્ધાન્તનો સર્વલોકહિતકારક રૂપમાં પ્રયોગ કરવાનું તો દૂર રહ્યું પણ પોતાના હિતમાં પણ તેનો પ્રયોગ કરવાનું જાણતી ન હતી. તે એટલું જ જાણતી હતી કે તે વાદના નામે ભંગજાળ કેવી રીતે બનાવી શકાય છે અને વિવાદમાં વિજય કેવી રીતે હાંસલ કરી શકાય છે. અનેકાન્તવાદના હિમાયતીઓ – શું ગૃહસ્થ કે શું ત્યાગી – બધા વાડાબંધી અને ગચ્છ-ગણના ઐકાન્તિક કદાગ્રહ અને ઝઘડામાં પડ્યા હતા. તેઓ એ જાણતા જ ન હતા કે અનેકાન્તનો યથાર્થ પ્રયોગ સમાજ અને રાષ્ટ્રની બધી પ્રવૃત્તિઓમાં કેવી રીતે સફળતાપૂર્વક કરી શકાય છે. ગાંધીજી તપ્તા ઉપર આવ્યા અને કુટુંબ, સમાજ, રાષ્ટ્રની બધી પ્રવૃત્તિઓમાં અનેકાન્ત દષ્ટિનો એવો તો સજીવ અને સફળ પ્રયોગ કરવા લાગ્યા કે તેનાથી આકર્ષાઈને સમજદાર જૈનવર્ગને અન્તઃકરણથી ખાતરી થવા લાગી કે ભંગાળ અને વાદવિજયમાં તો અનેકાન્તનું કલેવર જ છે, તેની ચેતના નથી, તેની ચેતના તો વ્યવહારનાં બધાં ક્ષેત્રોમાં અનેકાન્ત દષ્ટિનો પ્રયોગ કરીને વિરોધી જણાતા બળોનો સંઘર્ષ શમાવવામાં જ છે. જૈન પરંપરામાં વિજય શેઠ અને વિજયા શેઠાણી આ દંપતી યુગલની વાત છે. તેમાં બન્નેનું સાહચર્ય અને સહજીવન હોવા છતાં પણ શુદ્ધ બ્રહ્મચર્યપાલનનો ભાવ છે. તેવી જ રીતે સ્થૂલિભદ્ર મુનિના બ્રહ્મચર્યની પણ કથા છે. તેમાં તે મુનિએ પોતાની પૂર્વપરિચિત વેશ્યાના સહવાસમાં રહીને પણ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આજ સુધી આવી કથાઓને લોકોત્તર સમજવામાં આવતી રહી. સામાન્ય જનતા એ જ સમજતી રહી કે કોઈ દંપતી યા સ્ત્રી-પુરુષ સાથે રહીને વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરે તો તે દૈવી ચમત્કાર જેવું છે. પરંતુ ગાંધીજીના બ્રહ્મચર્યવાસે આ અતિ કઠિન અને લોકોત્તર સમજવામાં આવતી વાતને પ્રયત્નસાધ્ય પરંતુ એટલી લોકગમ્ય સાબિત કરી દીધી કે આજ અનેક દંપતી અને સ્ત્રીપુરુષ સાથે રહીને વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવાનો નિર્દભ પ્રયત્ન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160