Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 156
________________ ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી ૧૧૭ જે સમૂહ પોતાનું કામ પોતે ચૂંટેલા યોગ્ય સભ્યો દ્વારા કરતો હતો. આ જ વાત ધર્મક્ષેત્રમાં પણ હતી. જૈન સંઘ પણ ભિક્ષુ-ભિક્ષુણી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ અંગોથી જ બન્યો અને બધાં અંગોની સમ્મતિથી જ કામ કરતો રહ્યો. જેમ જેમ જૈનધર્મનો પ્રસાર અન્યાન્ય ક્ષેત્રોમાં તથા નાનાંમોટાં સેંકડો-હજારો ગામોમાં થતો ગયો તેમ તેમ સ્થાનિક સંઘો બનતા ગયા અને કાયમ થતા ગયા અને આજ સુધી તે સંઘો કાયમ છે. કોઈ પણ કસબાને કે શહેરને લો. જો ત્યાં જૈન વસ્તી હશે તો ત્યાં જૈન સંઘ હશે અને સઘળો ધાર્મિક કારોબાર સંઘની જવાબદારી હશે. સંઘનો કોઈ મુખી પોતાનું મનમાન્યું કરી શકશે નહિ. મોટા મોટા આચાર્યે પણ સંઘને અધીન રહેવું જ જોઈશે. સંઘથી બહિષ્કૃત થયેલાનું કોઈ ગૌરવ નથી. બધાં તીર્થો, બધાં ધાર્મિક, સાર્વજનિક કામ સંઘની દેખરેખમાં જ ચાલે છે. તે ઘટક સંઘોના જોડાણથી પ્રાન્તીય અને ભારતીય સંઘોનું સંઘઠન પણ આજ સુધી ચાલ્યું આવે છે. જેમ ગણરાજયનો ભારતવ્યાપી સંઘરાજયમાં વિકાસ થયો તેવી જ રીતે પાર્શ્વનાથ અને મહાવીર દ્વારા સંચાલિત તે સમયના નાનામોટા સંધોના વિકાસના રૂપમાં આજની જૈન સંઘવ્યવસ્થા છે. બુદ્ધનો સંઘ પણ આવો જ હતો. કોઈ પણ દેશમાં જ્યાં બૌદ્ધ ધર્મ છે ત્યાં સંઘવ્યવસ્થા છે અને બધો ધાર્મિક વ્યવહાર સંઘ દ્વારા જ ચાલે છે. જેમ તે સમયના રાજ્યોની સાથે ગણ શબ્દ લાગેલો હતો તેવી જ રીતે મહાવીરના મુખ્ય શિષ્યોની સાથે “ગણ' શબ્દ પ્રયુક્ત છે. મહાવીરના અગિયાર મુખ્ય શિષ્યો જે બિહારમાં જ જન્મ્યા હતા તે ગણધર કહેવાતા હતા. આજ પણ જૈન પરંપરામાં “ગણી’ પદ કાયમ છે અને બૌદ્ધ પરંપરામાં સંઘસ્થવિર યા સંઘનાયક પદ. જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષાઓમાં નયવાદની પરિભાષાનું પણ સ્થાન છે. નય પૂર્ણ સત્યની એક બાજુને જાણનારી દષ્ટિનું નામ છે. આવા નયના સાત પ્રકાર જૈન શાસ્ત્રોમાં પુરાણા સમયથી મળે છે. તે સાતમાં પ્રથમ નયનું નામ છે “નૈગમ'. કહેવાની જરૂર નથી કે નૈગમ શબ્દ ‘નિગમથી બન્યો છે જે નિગમ વૈશાલીમાં હતા અને જેમના ઉલ્લેખો સિક્કાઓમાં પણ મળે છે. નિગમ એટલે સમાન કામધંધો, કારોબાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160