________________
૧૧૦
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ મહાવીરની જયન્તીનો અર્થ છે તેમની અહિંસાસિદ્ધિની જયન્તી અને અહિંસાસિદ્ધિની જયન્તીમાં અચાન્ય મહાપુરુષોની સગુણસિદ્ધિ આપોઆપ સમાઈ જાય છે. જો વૈશાલીના આંગણામાં ઊભા રહીને આપણે આ વ્યાપક ભાવનાની પ્રતીતિ ન કરી શકીએ તો આપણો જયન્તી ઉત્સવ નવા યુગની માગને સિદ્ધ ન કરી શકે. રાજ્યસંઘ અને ધર્મસંઘ
વૈશાલી અભિનન્દન ગ્રન્થ તથા જુદી જુદી પત્રિકાઓ દ્વારા વૈશાલીનો પૌરાણિક અને ઐતિહાસિક પરિચય એટલો બધો મળી જાય છે કે તેમાં વધારો કરવા જેટલી નવી સામગ્રી અત્યારે નથી. ભગવાન મહાવીરનું જીવનચરિત પણ તે અભિનન્દન ગ્રન્થમાં સંક્ષેપમાં આવ્યું છે. અહીં મારે એવી કેટલીક વાતો કહેવી છે જે એવા મહાત્માઓના જીવનમાંથી ફલિત થાય છે અને જે આપણને આ યુગમાં તુરન્ત કામની પણ છે. મહાવીરના સમયમાં વૈશાલીનાં અને બીજાં પણ ગણરાજયો હતો જે તત્કાલીન પ્રજાસત્તાક રાજ્યો જ હતાં પરંતુ તે ગણરાજ્યોની સંઘદૃષ્ટિ પોતાના સુધી જ સીમિત હતી. તેવી જ રીતે તે સમયે જૈન, બૌદ્ધ, આજીવક આદિ અનેક ધર્મસંઘો પણ હતા જેમની સંઘદૃષ્ટિ પણ પોતપોતાના સુધી જ સીમિત હતી. પુરાણા ગણરાજયોની સંઘદૃષ્ટિનો વિકાસ ભારતવ્યાપી નવા સંઘરાજયના રૂપમાં થયો છે જે એક રીતે અહિંસાનો જ રાજકીય વિકાસ છે. હવે તેની સાથે પુરાણા ધર્મસંઘોનો ત્યારે જ મેળ ખાઈ શકે યા વિકાસ થઈ શકે જયારે તે ધર્મસંઘોમાં પણ માનવતાવાદી સંઘદૃષ્ટિનું નિર્માણ થાય અને તદનુસાર બધા ધર્મસંઘો પોતપોતાનું સંવિધાન બદલીને એક લક્ષ્યગામી બને. એ તો ચાલી ન શકે કે ભારતનું રાજ્યતંત્ર તો વ્યાપક રૂપમાં ચાલે અને ધર્મપંથોના ધર્મસંઘો પુરાણા ઢાંચા પર ચાલે. છેવટે રાજયસંઘ અને ધર્મસંઘ બન્નેનું પ્રવૃત્તિક્ષેત્ર તો એક અખંડ ભારત જ છે. આવી સ્થિતિમાં જો સંઘરાયે સરખી રીતે વિકાસ કરવો હોય અને જનકલ્યાણમાં ભાગ લેવો હોય તો ધર્મસંઘોના પુરસ્કર્તાઓએ પણ વ્યાપક દૃષ્ટિએ વિચારવું જોઈશે. જો તેઓ એવું નહિ કરે તો તેઓ પોતપોતાના ધર્મસંઘોને પ્રતિષ્ઠિત અને જીવિત નહિ રાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org