________________
૧૧૪
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ આખા સાહિત્યપરિવારના પ્રણેતાઓ બિહારમાં જ અને ત્યાં પણ ખાસ કરીને વિદેહ મિથિલામાં જ થયા છે.
સાંખ્યયોગ પરંપરાના મૂળ ચિન્તકો અને ગ્રન્થકારો તથા વ્યાખ્યાકારો બિહારમાં કે બિહારની સીમાની આસપાસના પ્રદેશમાં જ થયા છે. પૂર્વોત્તર મીમાંસાના અનેક ધુરીણ પ્રમુખ વ્યાખ્યાકાર મિથિલામાં જ થયા છે જે મિથિલા એક વખત સેંકડો મીમાંસકોનું ધામ મનાતી હતી. બંગાલ, દક્ષિણ આદિ અન્ય ભાગોમાં ન્યાયવિદ્યાની શાખા-પ્રશાખાઓ ફૂટી છે પરંતુ તેમનું મૂળ તો મિથિલા જ છે. વાચસ્પતિ, ઉદયન, ગંગેશ આદિ પ્રકાંડ વિદ્વાનોએ દાર્શનિક વિદ્યાનો એટલો બધો વિકાસ કર્યો છે કે તેની અસર ધર્મપરંપરા પર પડી છે. તક્ષશિલાના ધ્વંસ પછી જે બૌદ્ધ વિહારો સ્થપાયા તેના કારણે તો બિહાર કાશી બની ગયું હતું. નાલન્દા, વિક્રમશીલા, ઉદન્તપુરી જેવા મોટા મોટા વિહારોમાં અને જગત્તલ જેવા સાધારણ વિહારોમાં રહેનારા ભિક્ષુકો અને બીજા દુર્વક મિશ્ર જેવા બ્રાહ્મણ વિદ્વાનોએ જે સંસ્કૃત બૌદ્ધ સાહિત્યનું નિર્માણ કર્યું છે તેનાં ઊંડાણ, સૂક્ષ્મતા અને બહુશ્રુતતાને દેખીને આજ પણ બિહાર પ્રત્યે આદર ઉભરાઈ આવે છે. બિહાર ધર્મની જેમ જ વિદ્યાનું પણ તીર્થ રહ્યું છે એ વાત બહુ સારી રીતે આપણા લક્ષમાં આવી શકે છે. વિદ્યાકેન્દ્રોમાં સર્વવિદ્યાઓના સંગ્રહની આવશ્યકતા
પહેલાં સૂચવી ગયા તે મુજબ ધર્મપરંપરાઓએ પોતાની દૃષ્ટિનો તેમ જ વ્યવહારોનો વિકાસ કરવો જ પડશે. તેવી જ રીતે વિદ્યાઓની બધી પરંપરાઓએ પણ પોતાનું તેજ જાળવી રાખવા અને વધારવા માટે અધ્યયન-અધ્યાપનની પ્રણાલી અંગે નવેસરથી વિચારવું પડશે.
પ્રાચીન ભારતીય વિદ્યાઓ બધી મળીને ત્રણ ભાષાઓમાં સમાઈ જાય છે – સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત. એક સમય હતો જયારે સંસ્કૃતના ધુરન્ધર વિદ્વાનો પણ પાલિ કે પ્રાકૃત શાસ્ત્રોને જાણતા ન હતા યા બહુ જ ઉપરચોટિયું જાણતા હતા. એવો પણ સમય હતો જ્યારે પાલિ અને પ્રાકૃત શાસ્ત્રના વિદ્વાનો સંસ્કૃત શાસ્ત્રોની પૂરી જાણકારી ધરાવતા ન હતા. આ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org