Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 152
________________ ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી ૧૧૩ સાંપ્રદાયિક દૃષ્ટિએ જ તે તે પરંપરાનું એકાંગી શિક્ષણ આપવામાં આવે છે. આનું પરિણામ આજે એ જ જોવામાં આવે છે કે સામાન્ય જનતા અને દરેક પરંપરાના ગુરુઓ અને પંડિતો આજ પણ પેલી દુનિયામાં જ જીવી રહ્યા છે જેના કારણે બધી પરંપરાઓ નિસ્તેજ અને મિથ્યાભિમાની બની ગઈ છે. વિદ્યાભૂમિ વિદેહ - વૈશાલી-વિદેહ-મિથિલા દ્વારા અનેક શાસ્ત્રીય વિદ્યાઓના સંબંધમાં બિહારનું જે સ્થાન છે તે આપણને ગ્રીસની યાદ અપાવે છે. ઉપનિષદોનાં ઉપલબ્ધ ભાષ્યોના પ્રસિદ્ધ આચાર્યો ભલે ને દક્ષિણમાં થયા હોય પરંતુ ઉપનિષદોનાં આત્મતત્ત્વવિષયક અને અદ્વૈતસ્વરૂપવિષયક અનેક ગંભીર ચિત્તનો તો વિદેહના જનકની સભામાં જ થયાં છે જે ચિન્તનોએ કેવળ પુરાણા આચાર્યોનું જ નહિ પરંતુ દેશ-વિદેશના અનેક આધુનિક વિદ્વાનોનું પણ ધ્યાન ખેંચ્યું છે. બુદ્ધ ધર્મ અને વિનયનો બહુ જ મોટા ભાગનો અસલ ઉપદેશ બિહારનાં જુદાં જુદાં સ્થાનોમાં જ આપ્યો છે; એટલું જ નહિ પણ બૌદ્ધ ત્રિપિટકોની પૂરી સંકલના બિહારની ત્રણ સંગીતિઓમાં જ થઈ છે, જે ત્રિપિટકો બિહારના સપૂતો દ્વારા જ એશિયાના દૂર દૂરના અગમ્ય ભાગોમાં પણ પહોંચ્યા છે અને જે આ સમયની અનેક ભાષાઓમાં રૂપાન્તરિત પણ થયા છે. આ જ ત્રિપિટકોએ સેંકડો યુરોપીય વિદ્વાનોને પોતાની તરફ આકર્ષા અને પોતપોતાની યુરોપીય ભાષાઓમાં રૂપાન્તરિત કરવા પ્રેર્યા. જૈન પરંપરાનાં આગમો પાછળથી ભલે ને પશ્ચિમ અને દક્ષિણ ભારતના જુદા જુદા ભાગોમાં | પહોંચ્યાં હોય, સંકલિત અને લેખબદ્ધ પણ ત્યાં થયા હોય પરંતુ તેમનો ઉદ્ગમ તથા તેમનું પ્રારંભિક સંગ્રહણ તેમ જ સંકલન તો બિહારમાં જ થયું છે. બૌદ્ધ સંગીતિની જેમ પ્રથમ જૈન સંગીતિ પણ બિહારમાં જ થઈ હતી. ચાણક્યના અર્થશાસ્ત્રની અને સંભવતઃ કામશાસ્ત્રની જન્મભૂમિ પણ બિહાર જ છે. આપણે જયારે દાર્શનિક સૂત્ર અને વ્યાખ્યા ગ્રન્થોનો વિચાર કરીએ છીએ ત્યારે તો આપણી સમક્ષ બિહારની તે પ્રાચીન પ્રતિભા મૂર્ત થઈ ખડી થઈ જાય છે. કણાદ અને અક્ષપાદ જ નહિ પરંતુ તે બન્નેનાં ન્યાય અને વૈશેષિક દર્શનોનાં ભાષ્યો, વાર્તિકો, ટીકાઓ, પિટીકાઓ આદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160