________________
૧૦૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ હું કાશીમાં અધ્યયન કરતો હતો ત્યારે આજથી ૪૬ વર્ષો પહેલાં સહાધ્યાયીઓ અને જૈન સાધુઓ સાથે પગે ચાલતા ચાલતા તે ક્ષત્રિયકુંડમાં પણ યાત્રાની દૃષ્ટિએ આવ્યો હતો જેને આજકાલ જૈનો મહાવીરની જન્મભૂમિ સમજીને ત્યાં જાત્રા માટે આવે છે અને લખીસરાય જંક્શનથી જવાય છે. તે મારી બિહારની સૌપ્રથમ યાત્રા હતી. ત્યાર પછી અર્થાત લગભગ ૪૩ વર્ષ પહેલાં હું મિથિલા-વિદેહમાં અનેક વાર ભણવા ગયો અને કેટલાંય સ્થાનોમાં કેટલીય વાર રહ્યો પણ. તે મારી વિદેહની વિદ્યાયાત્રા હતી. તે યુગ અને આ યુગ વચ્ચે ઘણું અન્તર થઈ ગયું છે. અનેક સાધનો મોજૂદ હોવા છતાં પણ તે સમયે જે વાતો મને જ્ઞાત ન હતી તે વત્તાઓછા પ્રમાણમાં જ્ઞાત થઈ છે અને જે ભાવના સાંપ્રદાયિક મર્યાદાના કારણે તે સમયે અસ્તિત્વમાં ન હતી તેનો હું આજ અનુભવ કરી રહ્યો છું. આજ તો હું સ્પષ્ટપણે સમજી શક્યો છું કે મહાવીરની જન્મભૂમિ ન તો તે લિચ્છઆડ કે પર્વતીય ક્ષત્રિયકુંડ છે અને ન તો નાલન્દા પાસે આવેલું કુંડગ્રામ છે. આજના બસાઢના ખોદકામ દ્વારા એટલાં બધાં પ્રમાણો મળ્યાં છે અને આ પ્રમાણોનો બૌદ્ધ-જૈન પ્રાચીન શાસ્ત્રોનાં ઉલ્લેખો સાથે એટલો બધો મેળ બેસે છે તથા ફાહિયાન હ્યુએનસંગ જેવા પ્રત્યક્ષદર્શી યાત્રીઓનાં વૃત્તાન્તોની સાથે એટલો બધો સંવાદ ધરાવે છે કે આ બધું જોઈને મને આજે તે સમયના મારા અજ્ઞાન ઉપર હસવું જ નહિ દયા પણ આવે છે અને સાથે સાથે જ સત્યની જાણકારીથી અસાધારણ ખુશી પણ થાય છે. તે સત્ય એ છે કે બસાઢના ક્ષેત્રમાં જે વાસુકુંડ નામનું સ્થાન છે તે જ ખરેખર ક્ષત્રિયકુંડ છે. વિભિન્ન પરંપરાઓની એકતા
ભારતમાં અનેક ધર્મપરંપરા રહી છે. બ્રાહ્મણ પરંપરા મુખ્યપણે વૈદિક છે જેની કેટલીય શાખાઓ છે. શ્રમણ પરંપરાની પણ જૈન, બૌદ્ધ, આજીવક, પ્રાચીન સાંખ્યયોગ આદિ કેટલીય શાખાઓ છે. આ બધી પરંપરાઓનાં શાસ્ત્રોમાં, ગુરુવર્ગ અને સંઘોમાં, આચારવિચારમાં, ઉત્થાન-પતન અને વિકાસ-હાસમાં એટલી બધી ઐતિહાસિક ભિન્નતા છે કે તે તે પરંપરામાં જન્મેલી તથા ઉછરેલી અને તે તે પરંપરાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org