________________
ગાંધીજીનું જૈનધર્મને પ્રદાન
૧૦૧ જૈનસમાજમાં મહિમા એક માત્ર ત્યાગનો જ રહ્યો છે પરંતુ કોઈ ત્યાગી નિવૃત્તિ અને પ્રવૃત્તિનો સુમેળ સાધી શક્યો ન હતો. તે પ્રવૃત્તિ માત્રને નિવૃત્તિવિરોધી સમજીને અનિવાર્યપણે આવશ્યક એવી પ્રવૃત્તિનો ભાર બીજાના ખભા ઉપર નાખીને નિવૃત્તિમય જીવન જીવવાનો સંતોષ અનુભવતો હતો. ગાંધીજીના જીવને દેખાડી દીધું કે નિવૃત્તિ અને પ્રવૃત્તિ વસ્તુતઃ પરસ્પર વિરોધી નથી. જરૂરત છે તો બન્નેનું રહસ્ય સમજવાની. સમય પ્રવૃત્તિની માગ કરી રહ્યો હતો અને નિવૃત્તિની પણ સુમેળ વિના બન્ને નિરર્થક જ નહિ બલ્ક સમાજઘાતક અને રાષ્ટ્રઘાતક સિદ્ધ થઈ રહ્યાં હતાં. ગાંધીજીના જીવનમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિનો એવો તો સુમેળ જૈનસમાજે જોયો જેવો કે ગુલાબપુષ્પ અને તેની સુવાસનો. પછી તો માત્ર ગૃહસ્થોની જ નહિ પરંતુ ત્યાગી અનગારો સુધ્ધાંની આંખો ખુલી ગઈ. તેમને હવે જૈન શાસ્ત્રોનો અસલ મર્મદેખાવા લાગ્યો યા તેઓ શાસ્ત્રોને નવા અર્થમાં નવેસરથી જોવા લાગ્યા. કેટલાય ત્યાગી પોતાનો ભિક્ષુવેષ રાખીને પણ યા છોડીને પણ નિવૃત્તિ-પ્રવૃત્તિના ગંગા-યમુનાસંગમમાં સ્નાન કરવા આવ્યા છે અને તેઓ ભિન્ન ભિન્ન સેવાક્ષેત્રોમાં પડીને પોતાનું અનગારપણું સાચા અર્થમાં સાબિત કરી રહ્યા છે. જૈન ગૃહસ્થની મનોદશામાં પણ નિષ્ક્રિય નિવૃત્તિની જે ધૂન લાગી હતી તે દૂર થઈ અને અનેક વૃદ્ધ તથા યુવાન નિવૃત્તિપ્રિય જૈન સ્ત્રી-પુરુષ નિષ્કામ પ્રવૃત્તિનું ક્ષેત્ર પસંદ કરી પોતાની નિવૃત્તિપ્રિયતાને સફળ કરી રહ્યાં છે. પહેલાં ભિક્ષુભિક્ષુણીઓ માટે એક જ રસ્તો હતો – કાં તો તેઓ વેષ ધારણ કર્યા પછી નિષ્ક્રિય બનીને બીજાની સેવા લેતા રહે કાં તો બીજાની સેવા કરવા ઇચ્છે તો વેષ છોડી અપ્રતિષ્ઠિત બની સમાજબાહ્ય થઈ જાય. ગાંધીજીના નવા જીવનના નવા અર્થે નિદ્માણ જેવા ત્યાગીવર્ગમાં પણ ધર્મચેતનાના પ્રાણને સ્પંદિત કર્યા. હવે તેને ન તો જરૂરત રહી ભિક્ષુવેષ ફેંકી દેવાની કે ન તો ડર રહ્યો અપ્રતિષ્ઠિત રૂપમાં સમાજબાહ્ય થવાનો. હવે નિષ્કામ સેવાપ્રિય જૈન ભિક્ષુગણ માટે ગાંધીજીના જીવને એવો વિશાળ કાર્યપ્રદેશ ખોલી આપ્યો છે જેમાં કોઈ પણ ત્યાગી નિર્દભપણે ત્યાગનો આસ્વાદ લેતો સમાજ અને રાષ્ટ્ર માટે આદર્શ બની શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org