________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ઉત્તરાધિકારીઓએ અનેક પ્રકારે કર્યો છે, જેને આપણે ઉપર સંક્ષેપમાં જોઈ ગયા. પરંતુ અહીં બેએક વાત ખાસ ઉલ્લેખનીય છે. અમે એ કબૂલ કરીએ છીએ કે પાંજરાપોળની સંસ્થામાં સમયાનુસાર વિકાસ કરવાની બહુ ગુંજાશ છે અને તેમાં સુધારો કરવા યોગ્ય ખામીઓ પણ છે. પરંતુ પાંજરાપોળની સંસ્થાનો આખો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરી રહ્યો છે કે પાંજરાપોળની પાછળ એક માત્ર પ્રાણીરક્ષા અને જીવદયાની ભાવના જ સજીવ રૂપમાં વર્તમાન છે. જે લાચાર પશુ, પક્ષી આદિ પ્રાણીઓને તેમના માલિકો સુધ્ધાં ત્યજી દે છે, જેમને કોઈ પાણી સુધ્ધાં પિવડાવતું નથી તે પ્રાણીઓની નિષ્કામ ભાવે આજીવન પરિચર્યા કરવી, તેમના માટે લાખો રૂપિયા ખર્ચવા એ કોઈ સાધારણ ધર્મસંસ્કારનું પરિણામ નથી. ગુજરાત અને રાજસ્થાનનું ભાગ્યે જ એવું કોઈ સ્થાન હશે જયાં પાંજરાપોળનું કોઈ ને કોઈ સ્વરૂપ વિદ્યમાન ન હોય. વાસ્તવમાં નેમિનાથે પાંજરામાં પુરવામાં આવેલા પ્રાણીઓને અભયદાન અપાવવાનો જે તેજસ્વી પુરુષાર્થ કર્યો હતો, જણાય છે કે, તેની જ આ ચિરકાલીન ધર્મસ્મૃતિ તેમના જ જન્મસ્થાન ગુજરાતમાં ચિરકાળથી વ્યાપકપણે ચાલી આવે છે અને જેમાં સામાન્ય જનતાનો પૂરો સહયોગ છે. પાંજરાપોળની સંસ્થાઓ કેવળ લૂલાં લંગડાં લાચાર પ્રાણીઓની રક્ષાના કાર્ય સુધી જ સીમિત નથી. તે સંસ્થાઓ અતિવૃષ્ટિ, દુકાળ આદિ સંકટપૂર્ણ સમયમાં બીજી પણ અનેકવિધ સંભવિત પ્રાણી રક્ષણપ્રવૃત્તિઓ કરે છે.
અહિંસા અને દયાના વિકાસનો પુરાણો ઇતિહાસ જોઈને અને નિર્માસભોજનની વ્યાપક પ્રથા તથા જીવદયાની વ્યાપક પ્રવૃત્તિ જોઈને જ લોકમાન્ય તિલકે એક વાર કહ્યું હતું કે ગુજરાતમાં જે અહિંસા છે તે જૈન પરંપરાનો પ્રભાવ છે. એ ધ્યાનમાં રહે કે જો જૈન પરંપરા કેવળ નિવૃત્તિબાજુનું પોષણ કરવામાં જ કૃતાર્થતા માનતી હોત તો ઇતિહાસનું આવું ભવ્ય રૂપ ન હોત કે જે તિલક જેવાનું ધ્યાન ખેંચે.
આપણે “જીવદયા મંડળીની પ્રવૃત્તિને ભૂલી ન શકીએ. તે લગભગ ૪૦ વર્ષોથી પોતાના સતત પ્રયત્નો દ્વારા એટલાં બધાં જીવદયાનાં કામો કરાવવામાં સફળ થઈ છે કે જેમનો ઇતિહાસ જાણીને સંતોષ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org