________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ પરંતુ તેમના પછી આ સ્પન્દન જરૂર મદ પડ્યું અને ધર્મચેતનાનું પોષક ધર્મકલેવર વધતું વધતું એટલું બધું વધી ગયું કે તેનું કદ અને વજન અમાપ વધતાં કલેવરની પુષ્ટિ-વૃદ્ધિની સાથે જ ચેતનાનું સ્પન્દન મન્દ થવા લાગ્યું. જેમ પાણી સૂકાતાં યા ઓછું થતાં જ નીચેની માટીમાં તરાડો પડે છે અને માટી એકરૂપ ન રહેતાં વિભક્ત થઈ જાય છે તેવી જ રીતે જૈન પરંપરાનું ધર્મકલેવર પણ અનેક ટુકડાઓમાં વિભક્ત થઈ ગયું અને તે ટુકડાઓ સ્પન્દનના મિથ્યા અભિમાનથી પ્રેરાઈને અંદરોઅંદર લડવાઝઘડવા માંડ્યા. જે ધર્મચેતનાના સ્પન્દનનું મુખ્ય કામ હતું તે ગૌણ બની ગયું અને ધર્મચેતનાની રક્ષાના નામે તેઓ મુખ્યપણે ગુજારો કરવા લાગ્યા.
ધર્મકલેવરના ફિરકાઓમાં ધર્મચેતના ઓછી થતાં જ આસપાસનાં વિરોધી દળોએ તેમના ઉપર ખરાબ અસર પાડી. બધા ફિરકાઓ મુખ્ય ઉદ્દેશ્યની બાબતમાં એટલા તો નિર્બળ સાબિત થયા કે કોઈ પોતાના પૂજ્ય પુરુષ મહાવીરની પ્રવૃત્તિને યોગ્ય રૂપમાં આગળ ન વધારી શક્યો. સ્ત્રીઉદ્ધારની વાત કરવા છતાં પણ તેઓ સ્ત્રીના અબળાપણાના પોષક જ રહ્યા. ઉચ્ચનીચભાવ અને છૂતાછૂતને દૂર કરવાની વાત કરવા છતાં તેઓ જાતિવાદી બ્રાહ્મણ પરંપરાના પ્રભાવથી બચી ન શક્યા અને વ્યવહાર તથા ધર્મક્ષેત્રમાં ઉચ્ચનીચભાવ અને છૂતાછૂતના શિકાર બની ગયા. યજ્ઞીય હિંસાના પ્રભાવથી તેઓ જરૂર બચી ગયા અને પશુપક્ષીની રક્ષામાં તેમણે સારી સહાય કરી; પરંતુ અપરિગ્રહનો પ્રાણ મૂછત્યાગ તેઓ ગુમાવી બેઠા. બાહ્ય દૃષ્ટિએ જોતાં તો બધા ફિરકાઓ અપરિગ્રહી દેખાતા રહ્યા પરંતુ અપરિગ્રહનો પ્રાણ તેમનામાં ઓછામાં ઓછો રહ્યો. તેથી બધા ફિરકાઓના ત્યાગી અપરિગ્રહવ્રતની દુહાઈ દઈને ઉઘાડા પગે ચાલતા દેખાય છે, લોચના રૂપમાં વાળ સુધ્ધાં હાથથી ખેંચી કાઢે છે, નિર્વસનભાવ પણ ધારણ કરતા જોવામાં આવે છે, સૂક્ષ્મ જંતુની રક્ષા કાજે મોઢા ઉપર કપડું પણ રાખે છે; પરંતુ તેઓ અપરિગ્રહના પાલનમાં અનિવાર્યપણે આવશ્યક એવું સ્વાવલંબી જીવન લગભગ ગુમાવી બેઠા છે. તેમને અપરિગ્રહનું પાલન ગૃહસ્થોની મદદ વિના સંભવ દેખાતું નથી. પરિણામે તેઓ અધિકાધિક પરપરિશ્રમાવલંબી થઈ ગયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org