________________
આઠમું અધ્યયન ગાંધીજીનું જૈનધર્મને પ્રદાન
ધર્મનાં બે રૂપ હોય છે. સંપ્રદાય કોઈ પણ હોય તેનો ધર્મ બાહ્ય અને આંતર બે રૂપોમાં ચાલે છે. બાહ્ય રૂપને આપણે “ધર્મનું કલેવર' કહીએ તો આંતર રૂપને ધર્મની ચેતના” કહેવી જોઈએ.
ધર્મનો પ્રારંભ, વિકાસ અને પ્રચાર મનુષ્યજાતિમાં જ થયો છે. મનુષ્ય ખુદ ન તો કેવળ ચેતન છે કે ન તો કેવળ દેહ. તે જેમ સચેતન દેહરૂપ છે તેવી જ રીતે તેનો ધર્મ પણ ચેતનાયુક્ત કલેવરરૂપ છે. ચેતનાની ગતિ, પ્રગતિ અને અવગતિ કલેવરના સહારા વિના અસંભવ છે. ધર્મચેતના પણ બાહ્ય આચાર, રીતભાત, રૂઢિપ્રણાલી આદિ કલેવર દ્વારા જ ગતિ, પ્રગતિ અને અવગતિ પામતી રહે છે.
ધર્મ જેટલો પુરાણો તેટલાં જ તેનાં કલેવરો અનેક રૂપો દ્વારા અધિકાધિક બદલાતાં આવે છે. જો કોઈ ધર્મ જીવિત હોય તો તેનો અર્થ એ પણ છે કે તેના ગમે તેવા ખરાબ કે સારા કલેવરમાં ઓછોવત્તો ચેતનાનો અંશ કોઈ ને કોઈ રૂપમાં મોજૂદ છે. નિષ્ણાણ દેહ સડીગળીને અસ્તિત્વ ગુમાવી બેસે છે. ચેતનાહીન સંપ્રદાય કલેવરની પણ એ જ ગતિ થાય છે.
જૈન પરંપરાનાં પ્રાચીન નામ-રૂપ ગમે તે કેમ ન રહ્યાં હોય, પરંતુ તે તે સમયથી આજ સુધી જીવિત છે. જયારે જયારે તેનું કલેવર કેવળ દેખાવનું અને રોગગ્રસ્ત બની ગયું છે, ત્યારે ત્યારે તેની ધર્મચેતનાનું કોઈ વ્યક્તિમાં વિશેષરૂપે સ્પન્દન પ્રકટ થયું છે. પાર્શ્વનાથ પછી મહાવીરમાં સ્પન્દન તીવ્રરૂપે પ્રકટું જેનો સાક્ષી ઇતિહાસ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org