________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા
- ૯૩ અહિંસાને પરમ ધર્મ માનનારા અને વિશ્વશાંતિવાદી સમેલન પ્રતિ પોતાનું કંઈ ને કંઈ કર્તવ્ય સમજીને તેને અદા કરવાની વૃત્તિવાળા જૈનોએ પુરાણા પરિગ્રહ પરિમાણવ્રતનો નીચે જણાવેલા આશયવાળો નવો અર્થ ફલિત કરવો જોઈશે અને તે અનુસાર જીવનવ્યવસ્થા ગોઠવવી જોઈશે.
(૧) જે સમાજ કે રાષ્ટ્રનાં આપણે અંગો કે ઘટકો છીએ તે સમગ્ર સમાજ કે રાષ્ટ્રના સર્વસાધારણ જીવનધોરણ સમાન જ જીવનધોરણ રાખીને તદનુસાર જીવનની જરૂરિયાતોને ઘટાડવી કે વધારવી.
(૨) જીવન માટે અનિવાર્ય જરૂરી વસ્તુઓના ઉત્પાદન માટે કોઈ ને કોઈ પ્રકારનો ઉત્પાદક શ્રમ કર્યા વિના જ બીજાઓના એવા શ્રમ ઉપર, શક્તિ હોવા છતાં, જીવન જીવવાને પરિગ્રહ પરિમાણવ્રતનું બાધક ગણવું.
(૩) વ્યક્તિની બચેલી કે સંચિત બધી જાતની સમ્પત્તિનો ઉત્તરાધિકાર તેના કુટુમ્બ યા પરિવારનો એટલો જ હોવો જોઈએ જેટલો સમાજ કે રાષ્ટ્રનો. અર્થાત પરિગ્રહ પરિમાણવ્રતના નવા અર્થ અનુસાર સમાજ તથા રાષ્ટ્રથી પૃથફ કુટુંબ યા પરિવારનું સ્થાન નથી.
આ તથા અન્ય આવા જે જે નિયમ સમય-સમયની આવશ્યકતા અનુસાર રાષ્ટ્રીય તથા આરરાષ્ટ્રીય હિતની દષ્ટિએ ફલિત થાય તેમને જીવનમાં લાગુ કરીને ગાંધીજીના માર્ગ અનુસાર બીજાઓની સમક્ષ સબક રજૂ કરવો એ જ આપણું જૈનોનું વિશ્વશાન્તિવાદી સમેલન પ્રતિ મુખ્ય કર્તવ્ય છે એવી અમારી સ્પષ્ટ સમજ છે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org