________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા છે. અનેક પ્રાન્તોમાં અને રાજયોમાં ધાર્મિક મનાતી પ્રાણી હિંસાને તથા સામાજિક અને વૈયક્તિક માંસભોજનની પ્રથાને તેણે બંધ કરાવી અને લાખો પ્રાણીઓને જીવિતદાન અપાવવાની સાથોસાથ લાખો સ્ત્રીપુરુષોમાં એક આત્મૌપજ્યના સુસંસ્કારનું સમર્થ બીજારોપણ કર્યું.
વર્તમાનમાં સંતબાલનું નામ ઉપેક્ષ્ય નથી. તે એક સ્થાનકવાસી જૈન મુનિ છે. તે પોતાના ગુરુ યા અન્ય સહધર્મચારી મુનિઓની જેમ અહિંસાની કેવળ નિષ્ક્રિય બાજુનો આશ્રય લઈને જીવન વ્યતીત કરી શકતા હતા, પરંતુ ગાંધીજીના વ્યક્તિત્વે તેમના આત્મામાં અહિંસાની ભાવાત્મક પ્રેમજ્યોતિને સક્રિય બનાવી. તેથી તે રૂઢ લોકાપવાદની પરવા કર્યા વિના પોતાની પ્રેમવૃત્તિને કૃતાર્થ કરવા માટે પંચમહાવ્રતની વિધાયક બાજુ અનુસાર અનેકવિધ માનવહિતની પ્રવૃત્તિઓમાં નિષ્કામભાવથી કૂદી પડ્યા જેનું કામ આજ જૈન-જૈનેતર બધા લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. જૈન જ્ઞાનભંડાર, મદિર, સ્થાપત્ય અને કલા
હવે આપણે જૈન પરંપરાની ધાર્મિક પ્રવૃત્તિબાજુનો એક વધુ હિસ્સો જોઈએ જે ખાસ મહત્ત્વનો છે અને જેના કારણે જૈન પરંપરા આજ
જીવિત અને તેજસ્વી છે. આ હિસ્સામાં જ્ઞાનભંડાર, મન્દિર અને કલાનો સમાવેશ થાય છે. સેંકડો વર્ષોથી સ્થાને સ્થાને સ્થાપિત મોટા મોટા જ્ઞાનભંડારોમાં કેવળ જૈન શાસ્ત્રનાં યા અધ્યાત્મશાસ્ત્રનાં સંગ્રહ-રક્ષણ નથી થયાં બબ્બે તેમના દ્વારા અનેકવિધ લૌકિક શાસ્ત્રોનાં અસામ્પ્રદાયિક દૃષ્ટિએ સંગ્રહ સંરક્ષણ થયાં છે. શું વૈદ્યક કે શું જયોતિષ, શું મન્નતન્ન કે શું સંગીત, શું સામુદ્રિક કે શું ભાષાશાસ્ત્ર, શું કાવ્ય કે શું નાટક, શું પુરાણ કે શું અલંકાર, શું છન્દ કે શું વ્યાકરણ, શું કથાગ્રન્થ કે શું સર્વદર્શન સંબંધી મહત્ત્વનાં શાસ્ત્ર – આ બધાંનો જ્ઞાનભંડારોમાં સંગ્રહ તેમ જ તેમનું સંરક્ષણ જ નથી થયું પરંતુ તેમના અધ્યયન અને અધ્યાપન દ્વારા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોએ એવી પ્રતિભામૂલક નવીન કૃતિઓ પણ રચી છે જે અન્યત્ર દુર્લભ છે અને મૌલિક ગણાવા લાયક છે તથા જે વિશ્વસાહિત્યના સંગ્રહમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. જ્ઞાનભંડારોમાંથી એવા ગ્રન્થો મળ્યા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org