Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 129
________________ ૯૦ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ જે બૌદ્ધ આદિ અન્ય પરંપરાના છે અને આજ દુનિયાના કોઈ પણ ભાગમાં મૂલસ્વરૂપમાં આજ સુધી ઉપલબ્ધ પણ નથી. જ્ઞાનભંડારોનું આ જીવનદાયી કાર્ય કેવળ ધર્મની નિવૃત્તિબાજુથી સિદ્ધ થઈ શકે નહિ. એમ તો ભારતમાં અનેક કલાપૂર્ણ ધર્મસ્થાન છે, પરંતુ ચામુંડરાય દ્વારા પ્રતિષ્ઠિત ગોમટેશ્વરની મૂર્તિની ભવ્યતા અને વિમલ શાહ તથા વસ્તુપાલ આદિના મન્દિરોનાં શિલ્પ-સ્થાપત્ય એવાં તો અનોખા છે કે જેમના ઉપર હર કોઈ મુગ્ધ થઈ જાય છે. જેમનાં હૃદયમાં ધાર્મિક ભાવનાની વિધાયક સૌન્દર્યની બાજુનું આદરપૂર્ણ સ્થાન ન હોય, જે સાહિત્ય અને કલાના ધર્મપોષક મર્મન જાણતા હોય તેઓ પોતાના ધનના ખજાનાને આ બાજુમાં ખર્ચ કરી શકે નહિ. વ્યાપક લોકહિતની દૃષ્ટિ પહેલેથી આજ સુધીમાં અનેક જૈન ગૃહસ્થોએ કેવળ પોતાના ધર્મસમાજના હિતના માટે જ નહિ પરંતુ સાધારણ જનસમાજના હિતની દષ્ટિએ આધ્યાત્મિક એવાં કાર્યો કર્યા છે જે વ્યાવહારિક ધર્મના સમર્થક અને આધ્યાત્મિકના પોષક હોઈને સામાજિકતાના સૂચક પણ છે. આરોગ્યાલય, ભોજનાલય, શિક્ષણાલય, વાચનાલય, અનાથાલય જેવી સંસ્થાઓ આવાં કાર્યોમાં ગણાવાને યોગ્ય છે. ઉપર અમે જે પ્રવર્તક ધર્મની બાજુનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે તે કેવળ એટલું જ સૂચવવા માટે છે કે જૈન ધર્મ જે આધ્યાત્મિક ધર્મ અને મોક્ષવાદી ધર્મ છે તે જો ધાર્મિક પ્રવૃત્તિઓનો વિસ્તાર ન કરત અને એવી પ્રવૃત્તિઓમાં ઉદાસીન રહેત તો ન સામાજિક ધર્મ બની શકત, ન સામાજિક ધર્મ રૂપે જીવિત રહી શકત અને ન ક્રિયાશીલ લોકસમાજ વચ્ચે ગૌરવનું સ્થાન પામી શકત. ઉપરના વર્ણનનો ઉદ્દેશ્ય એ બિલકુલ નથી કે અતીત ગૌરવની ગાથાનું ગાન કરીને આત્મપ્રશંસાના મિથ્યા ભ્રમનું પોષણ કરીએ અને દેશકાલાનુરૂપ નવાં નવાં આવશ્યક કર્તવ્યો તરફથી મોટું ફેરવી લઈએ. અમારો સ્પષ્ટ ઉદેશ્ય તો એ જ છે કે પુરાણી અને નવી પેઢીને હજારો વર્ષોના વારસાગત સુસંસ્કારોને યાદ કરાવીને તેમનામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160