________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા પ્રાણીઓને અભયદાન દઈને અહિંસાની પ્રવૃત્તિબાજુનો વિકાસ કર્યો. તેમના ઉત્તરાધિકારી કુમારપાલ તો પરમાત જ હતા. તેમણે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના ઉપદેશોને જીવનમાં એટલા તો અધિક અપનાવ્યા કે વિરોધી લોકો તેમની પ્રાણી રક્ષાની ભાવનાનો પરિહાસ સુધ્ધાં કરતા હતા. જે કર્તવ્યપાલનની દૃષ્ટિએ યુદ્ધોમાં ભાગ પણ લેતા હતા તે જ કુમારપાલ અમારિઘોષણા માટે પ્રખ્યાત છે.
અકબર, જહાંગીર જેવા માંસભોજી અને શિકારશોખીન મુસ્લિમ બાદશાહો પાસે હીરવિજય, શાન્તિચન્દ્ર, ભાનુચન્દ્ર આદિ સાધુઓએ જે કામ કરાવ્યાં તે અહિંસાધર્મની પ્રવૃત્તિબાજુનું પ્રકાશમાન ઉદાહરણ છે. તે સાધુઓ તથા તેમના અનુગામી ગૃહસ્થો પોતાનાં ધર્મસ્થાનોમાં હિંસાથી વિરત રહીને અહિંસાના આચરણનો સંતોષ લઈ શકતા હતા. પરંતુ તેમની સહજસિદ્ધ આત્મૌપમ્યની વૃત્તિ નિષ્ક્રિય ન રહી. તે વૃત્તિએ તેમને વિભિન્નધર્મી શક્તિશાળી બાદશાહો સુધી સાહસપૂર્વક પોતાનું ધ્યેય લઈને જવાની પ્રેરણા કરી અને છેવટે તેઓ સફળ પણ થયા. તે બાદશાહોના શાસનાદેશો આજ પણ અમારી સામે છે જે અહિંસાધર્મની ગતિશીલતાના સાક્ષીઓ છે.
ગુજરાતના મહામાત્ય વસ્તુપાલનું નામ કોણ નથી જાણતું? તે પોતાના ધનરાશિનો ઉપયોગ કેવળ પોતાના ધર્મપંથ યા સાધુસમાજ માટે જ કરીને સંતુષ્ટ ન રહ્યા પરંતુ સાર્વજનિક કલ્યાણ માટે પણ અનેક કામોમાં અતિ ઉદારતાથી ધનનો સદુપયોગ કરીને દાનમાર્ગની વ્યાપકતા સિદ્ધ કરી. જગડુ શાહ જે કચ્છના એક વેપારી હતા અને જેમની પાસે અન્ન, ઘાસ આદિનો ઘણો મોટો સંગ્રહ હતો તેમણે તે પૂરા સંગ્રહને કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત વ્યાપી ત્રણ વર્ષ સુધી સળંગ પડેલા દુકાળમાં યથાયોગ્ય વહેંચી દીધો અને પશુ તથા મનુષ્યની અનુકરણીય સેવા દ્વારા પોતાના સંગ્રહની સફળતા અને સાર્થકતા સિદ્ધ કરી.
નેમિનાથે જે પશુ, પક્ષી આદિની રક્ષાનું નાનું ધર્મબીજ રોપ્યું હતું અને જે માંસભોજનત્યાગનો પાયો નાખ્યો હતો તેનો વિકાસ તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org