________________
૬૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ યોગમાર્ગનો આરંભ થઈ જવાના કારણે તે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરળતા, નમ્રતા, ઉદારતા, પરોપકારપરાયણતા આદિ સદાચાર વાસ્તવિકરૂપે જોવા મળે છે. તે વિકાસોન્મુખ આત્માનો બાહ્ય પરિચય છે.” આટલો ઉત્તર આપી આચાર્ય યોગના આરંભથી લઈને યોગની પરાકાષ્ઠા સુધીના આધ્યાત્મિક વિકાસની ક્રમિક વૃદ્ધિને સ્પષ્ટપણે સમજાવવા માટે તેને પાંચ ભૂમિકાઓમાં વિભક્ત કરી દરેક ભૂમિકાનાં લક્ષણો બહુ જ સ્પષ્ટપણે દર્શાવ્યાં છે. અને સ્થાને સ્થાને જૈન પરિભાષાની સાથે બૌદ્ધ તથા યોગદર્શનની પરિભાષાને મેળવીને પરિભાષાભેદની દીવાલ તોડીને તેની પાછળ છુપાયેલી યોગવસ્તુની ભિન્નભિન્નદર્શનસમ્મત એકરૂપતાનું ફુટ દર્શન કરાવ્યું છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આ યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ છે. તેમાંથી પહેલી ચારને પતંજલિ સંપ્રજ્ઞાત અને અન્તિમને અસંપ્રજ્ઞાત કહે છે. આ જ સંક્ષેપમાં યોગબિન્દુની વસ્તુ છે.
યોગદૃષ્ટિસમુચ્ચયમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું વર્ણન યોગબિન્દુની અપેક્ષાએ બીજી રીતે કરાયું છે. તેમાં આધ્યાત્મિક વિકાસના પ્રારંભ પહેલાંની સ્થિતિને અર્થાત્ અચરમપુગલપરાવર્ત જેટલી સંસારકાલીન આત્માની સ્થિતિને ઓઘદૃષ્ટિ કહીને તેના તરતમભાવને અનેક દષ્ટાન્તો દ્વારા સમજાવ્યો છે, અને પછી આધ્યાત્મિક વિકાસના આરંભથી લઈને તેના અન્ત સુધીમાં જોવા મળતી યોગાવસ્થાને યોગદષ્ટિ કહી છે. આ યોગાવસ્થાની ક્રમિક વૃદ્ધિને સમજાવવા માટે સંક્ષેપમાં તેને આઠ ભૂમિકાઓમાં વહેંચી દીધી છે. તે આઠ ભૂમિકાઓ તે ગ્રન્થમાં આઠ યોગદૃષ્ટિ નામે પ્રસિદ્ધ છે. આ આઠ દષ્ટિઓનો વિભાગ પાતંજલયોગ૧. યોગબિન્દુ, શ્લોક ૩૧, ૩૫૭, ૩૫૯, ૩૬૧, ૩૬૩, ૩૬૫ ૨. યત્સર્જનં વોધિસ્તત્વધાનો મહોય !
सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तद्धन्तैषोऽन्वर्थतोऽपि हि ॥ १७३ ।। वरबोधिसमेतो वा तीर्थकृयो भविष्यति ।
તથાભવ્યત્વતોડસૌ વા વોધિસત્વઃ સતાં મતઃ II ર૭૮ | – યોગબિન્દુ ૩. જુઓ યોગબિન્દુ, શ્લોક ૪૨૮, ૪૨૦ ૪. જુઓ યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૪ ૫. એજન, ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org