________________
યોગવિદ્યા
૬૯ દર્શનપ્રસિદ્ધ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગાંગોના આધારે કરવામાં આવ્યો છે, અર્થાત્ એક એક દષ્ટિમાં એક એક યોગાંગનો સંબંધ મુખ્યપણે દર્શાવાયો છે. પહેલી ચાર દૃષ્ટિઓ યોગની પ્રારંભિક અવસ્થારૂપ હોવાથી તેમનામાં અવિદ્યાનો અલ્પ અંશ હોય છે જેને હરિભદ્રસૂરિએ અહીં અવેઘસંવેદ્યપદ કહેલ છે. * પછીની ચાર દષ્ટિઓમાં અવિદ્યાનો અંશ બિલકુલ રહેતો નથી. આ ભાવને આચાર્યો “વેદ્યસંવેદ્યપદ શબ્દ દ્વારા દર્શાવ્યો છે. આ ઉપરાંત પ્રસ્તુત ગ્રન્થમાં પાછલી ચાર દષ્ટિઓ વખતે પ્રાપ્ત થતા વિશિષ્ટ આધ્યાત્મિકવિકાસને ઇચ્છાયોગ, શાસ્રયોગ અને સામર્થ્યયોગ એવી ત્રણ યોગભૂમિકાઓમાં વિભાજિત કરીને ઉક્ત ત્રણ યોગભૂમિકાઓનું બહુ રોચક વર્ણન કરવામાં આવ્યું છે.
આચાર્યો અન્તમાં ચાર પ્રકારના યોગીઓનું વર્ણન કરીને યોગશાસ્ત્રના અધિકારી કોણ બની શકે છે, એ પણ જણાવ્યું છે. આ જ યોગદષ્ટિસમુચ્ચયની બહુ સંક્ષિપ્ત વસ્તુ છે.
યોગવિંશિકામાં આધ્યાત્મિકવિકાસની પ્રારંભિક અવસ્થાનું વર્ણન નથી પરંતુ તેની પુષ્ટ અવસ્થાનું વર્ણન છે. આ કારણે તેમાં મુખ્યપણે યોગના અધિકારી ત્યાગીને જ માનવામાં આવ્યા છે. પ્રસ્તુત ગ્રન્થમાં ત્યાગી ગૃહસ્થ અને સાધુની આવશ્યક ક્રિયાને જ યોગરૂપ દર્શાવીને તેના દ્વારા આધ્યાત્મિક વિકાસની ક્રમિક વૃદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તે આવશ્યક ક્રિયા દ્વારા યોગને પાંચ ભૂમિકાઓમાં વિભાજિત કરવામાં આવેલ છે. તેમાં આ પાંચ ભૂમિકાઓ સ્થાન, શબ્દ, અર્થ, સાલંબન અને નિરાલંબન નામથી પ્રસિદ્ધ છે. આ પાંચ ભૂમિકાઓમાં કર્મયોગ અને જ્ઞાનયોગ ઘટાવતાં આચાર્યે પહેલી બે ભૂમિકાઓને કર્મયોગ કહ્યો છે. ઉપરાંત પ્રત્યેક ભૂમિકામાં ઇચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિરૂપે આધ્યાત્મિકવિકાસના તરતમભાવનું બરાબર દર્શન કરાવ્યું છે અને તે પ્રત્યેક ભૂમિકા તથા ઇચ્છા, પ્રવૃત્તિ આદિ
૧. એજન, ૭૫ ૨. એજન, ૭૩ ૩. એજન, ૨-૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org