________________
૮૧
વિશ્વશાંતિ અને જૈન પરંપરા આદેશનો કોઈ અર્થ ન રહેત અને પ્રવૃત્તિ ન કરવી એટલું જ માત્ર કહેવામાં આવત.'
બીજી વાત એ છે કે શાસ્ત્રમાં ગુપ્તિ અને સમિતિ એવા ધર્મના બે માર્ગ છે. બન્ને માર્ગો પર ચાલ્યા વિના ધર્મની પૂર્ણતા કદી સિદ્ધ થઈ શકતી નથી. ગુપ્તિનો અર્થ છે દોષોથી મન, વચન, કાયાને વિરત રાખવા અને સમિતિનો અર્થ છે વિવેકપૂર્વક સ્વપરહિતાવહ સમ્પ્રવૃત્તિને કરતા રહેવું. સત્યવૃત્તિ બરાબર ચાલુ રાખવાની દૃષ્ટિથી જે અસ–વૃત્તિ યા દોષના ત્યાગ પર અત્યધિક ભાર આપવામાં આવ્યો છે તેને ઓછી સમજવાળા લોકોએ પૂર્ણ માનીને એવું સમજી લીધું કે દોષનિવૃત્તિથી આગળ પછી કંઈ વિશેષ કર્તવ્ય રહેતું નથી. જૈન સિદ્ધાન્ત અનુસાર તો સાચી વાત એ ફલિત થાય છે કે જેમ જેમ સાધનામાં દોષનિવૃત્તિ થતી જાય અને વધતી જાય તેમ તેમ સત્યવૃત્તિની બાજુ વિકસિત થવી જોઈએ.
જેમ દોષનિવૃત્તિ સિવાય સત્યવૃત્તિ અસંભવ છે તેમ જ સત્યવૃત્તિની ગતિ વિના દોષનિવૃત્તિની સ્થિરતા ટકવી પણ અસંભવ છે. આ કારણે જ જૈન પરંપરામાં જેટલા આદર્શ પુરુષ તીર્થકરના રૂપમાં માનવામાં આવ્યા છે તે બધાએ પોતાનો સમગ્ર પુરુષાર્થ આત્મશુદ્ધિ કર્યા પછી સમ્પ્રવૃત્તિમાં જ લગાવ્યો છે. તેથી આપણે જૈનો પોતાને જયારે નિવૃત્તિગામી કહીએ ત્યારે એટલો જ અર્થ સમજી લેવો જોઈએ કે નિવૃત્તિ એ તો આપણી યથાર્થ પ્રવૃત્તિગામી ધાર્મિક જીવનની પ્રાથમિક તૈયારી માત્ર છે. - માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો પણ ઉપરની વાતનું સમર્થન થાય છે. શરીરથી પણ મન અને મનથી પણ ચેતના વિશેષ ૧. જો કે શાસ્ત્રીય શબ્દોનો સ્થૂલ અર્થ સાધુજીવનની આહાર, વિહાર, નિહાર
સંબંધી ચર્યા સુધી જ સીમિત જણાય છે તેમ છતાં તેનું તાત્પર્ય જીવનનાં બધાં ક્ષેત્રોની બધી પ્રવૃત્તિઓમાં યતના લાગુ કરવાનું છે. જો એવું તાત્પર્ય ન હોય તો યતનાની વ્યાપ્તિ એટલી ઓછી જાય છે કે પછી તે યતના અહિંસા સિદ્ધાન્તની સમર્થ બાજુ બની શકે નહિ. “સમિતિ' શબ્દનું તાત્પર્ય પણ જીવનની બધી પ્રવૃત્તિઓમાં છે અને નહિ કે શબ્દોમાં ગણાવવામાં આવેલી કેવળ આહાર, વિહાર, નિહાર જેવી પ્રવૃત્તિઓમાં જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org