________________
જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન
૭૩ કવિતાઓ રચવામાં આવી તે અધિકાંશમાં શૃંગારપ્રધાન છે. તુકારામનાં ભજનો અને બાઉલનાં ગીતોમાં જે વૈરાગ્યની છાપ છે સાફ-સીધો અર્થમાં તે વૈરાગ્યમાં બલ અને કર્મની ક્યાંય ગન્ધ પણ નથી. તે ભજનો અને ગીતોમાં તો છે યથાર્થવાદ અને જીવનના સ્કૂલ સત્યથી પલાયન. આ જ વાત મંદિરો અને મઠોમાં થતાં કીર્તનોને અંગે પણ કહી શકાય. ઇતિહાસમાં મઠો અને મંદિરોના ધ્વંસની જેટલી ઘટનાઓ છે તે બધીમાં એક વાત તો બહુ સ્પષ્ટ છે કે દૈવી શક્તિની દુહાઈ દેનારા પૂજારીઓ કે સાધુઓએ તેમની રક્ષા કાજે ક્યારેય પોતાના પ્રાણ આપ્યા નથી. બખ્તિયાર ખિલજીએ દિલ્હીથી કેવળ સોળ ઘોડેસવાર લઈ બિહારયુક્તપ્રાંત આદિ જીત્યા અને બંગાળમાં જઈને લક્ષ્મણસેનને પરાજિત કર્યો. જ્યારે તેણે સાંભળ્યું કે પરલોક સુધારવાવાળાઓના દાનથી મંદિરોમાં અઢળક ધન ભેગું થયું છે, મૂર્તિઓ સુધ્ધાંમાં રત્નો ભરેલાં છે ત્યારે તેણે મંદિરોને લૂંટ્યાં અને મૂર્તિઓને તોડી.
જ્ઞાનમાર્ગના ઇજારદારોએ જે જાતની સંકીર્ણતા-સંકુચિતતા ફેલાવી તેનાથી તેમનું જ નહિ, ન જાણે કેટલાનું જીવન દુઃખમય બન્યું. ઓરિસ્સાનો કાલાપહાડ બ્રાહ્મણ હતો, પરંતુ તેને એક મુસલમાન છોકરી સાથે પ્રેમ થઈ ગયો. ભલા બ્રાહ્મણો તે કેવી રીતે સહન કરી શકે ? તેમણે તેને નાતબહાર કર્યો, જાતિગ્મત કર્યો. તેણે લાખ આજીજી કરી, ખુશામત કરી, માફી માગી પરંતુ કંઈ સાંભળવામાં ન આવ્યું. છેવટે તેણે કહ્યું કે જો હું પાપી હોઈશ તો જગન્નાથની મૂર્તિ મને દંડ દેશે, પરંતુ મૂર્તિ શું દંડ દેવાની હતી ? છેવટે તે મુસલમાન બની ગયો. પછી તેણે જગન્નાથની મૂર્તિ જ નહિ પણ અન્ય સેંકડો મૂર્તિઓ તોડી અને મંદિરો લૂંટ્યાં. જ્ઞાનમાર્ગ અને પરલોક સુધારવાનાં મિથ્યા આયોજનોની સંકીર્ણતાના કારણે એવા ન જાણે કેટલા અનર્થો થયા છે અને ઢોંગ-પાખંડોને પ્રશ્રય મળ્યો છે. પહેલાં શાકઢીપી બ્રાહ્મણ જ તિલકચંદન લગાવી શકતો હતો. પરિણામ એ આવ્યું કે તિલક-ચંદન લગાવનારા બધા જ લોકો શાકઢીપી બ્રાહ્મણો ગણાવા લાગ્યા. પ્રતિષ્ઠા માટે આ દેખાડો એટલો વધ્યો કે ત્રીજી-ચોથી શતાબ્દીમાં આવેલા વિદેશી પાદરીઓ પણ દક્ષિણમાં તિલક-ચંદન લગાવવા અને જનોઈ પહેરવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org