________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ આજે તો આપણે જેને જોઈએ છીએ તે પુરુષાર્થ અને કર્મ કરવાના બદલે ધર્મકર્મ અને પૂજાપાઠના નામે જ્ઞાનની ખોજમાં વ્યસ્ત દેખાય છે. પરમેશ્વરની ભક્તિ તો તેના ગુણોના સ્મરણમાં, તેના રૂપની પૂજામાં અને તેના પ્રત્યેની શ્રદ્ધામાં છે. પૂજાનો મૂલમત્ર છે. “સર્વમૂતહિતે રત:' (સર્વ જીવોના હિતમાં રત રહેવું છે) – અર્થાત્ આપણે બધા લોકો સાથે સારો વર્તાવ કરીએ, બધાના કલ્યાણનો વિચાર કરીએ. અને સાચી ભક્તિ તો સૌના સુખમાં નહિ, દુઃખમાં ભાગીદાર થવામાં છે. જ્ઞાન છે આત્મજ્ઞાન; જડથી ભિન્ન ચેતનનો બોધ જ તો સાચું જ્ઞાન છે. તેથી ચેતન પ્રત્યે જ આપણી અધિક શ્રદ્ધા હોવી જોઈએ, જડ પ્રત્યે ઓછી. પરંતુ આપણી શ્રદ્ધા જડમાં વધુ છે કે ચેતનમાં એ જાણવાની કસોટી કઈ છે ? ઉદાહરણ તરીકે માની લો કે એક બાળકે કોઈ ધર્મપુસ્તક ઉપર પગ મૂકી દીધો. આ અપરાધના કારણે આપણે તેને ધોલ મારી દઈએ છીએ, કારણ કે આપણી દષ્ટિમાં જડ પુસ્તક કરતાં ચેતનવંતુ બાળક નીચું છે.
જો ખરેખર આપણે જ્ઞાનમાર્ગનું અનુસરણ કરવું હોય તો આપણે સદ્ગણોનો વિકાસ કરવો જોઈએ. પરંતુ થાય છે ઊલટું. આપણે જ્ઞાનમાર્ગના નામે વૈરાગ્ય લઈને લંગોટી ધારણ કરી લઈએ છીએ, શિષ્યો બનાવીએ છીએ અને આપણી પોતાની ઇહલૌકિક જવાબદારીઓમાંથી છૂટી જઈએ છીએ. ખરેખર તો વૈરાગ્યનો અર્થ છે જેના ઉપર રાગ હોય તેનાથી વિરત થવું. પરંતુ આપણે તો વૈરાગ્ય લઈએ છીએ તે જવાબદારીઓમાંથી જે જવાબદારી આવશ્યક છે અને તે કામોમાંથી જે કામો કરવા જોઈએ. આપણે વૈરાગ્યના નામે ખોડાં ઢોરની જેમ જીવનના કર્મમાર્ગને છોડી તેનાથી દૂર થઈ બીજાઓ પાસે સેવા કરાવવા માટે તેમના માથે ચડી બેસીએ છીએ. વાસ્તવમાં હોવું તો એ જોઈએ કે પારલૌકિક જ્ઞાનથી ઇહલોકના જીવનને ઉચ્ચ, ઉન્નત બનાવવામાં આવે, પરંતુ અહીં તો ઊલટું પારલૌકિક જ્ઞાનના નામે ઈહલોકના જીવનની જે જવાબદારીઓ છે તેનાથી છૂટકારો મેળવવાની ચેષ્ટા કરવામાં આવે છે.
લોકોએ જ્ઞાનમાર્ગના નામે જે સ્વાર્થાન્ધતા અને વિલાસિતાને ચરિતાર્થ કરી છે તેનાં પરિણામો સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. તેની આડમાં જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org