________________
૭૫
જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન અકર્મણ્ય થતો જાય છે. બંગાળના ૧૯૪૩ના દુકાળમાં ભિખારીઓમાં અધિકાંશ સ્ત્રીઓ અને બાળકો જ હતાં, જેમને તેમના સશક્ત પુરુષો છોડીને ચાલ્યા ગયા હતા. કેવળ અશક્ત જ બાકી રહી ગયા હતા જે ભીખ માંગીને પેટ ભરતા હતા.
મારા કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણી જીવનદષ્ટિમાં મૌલિક પરિવર્તન કરવું જોઈએ. જીવનમાં સદ્ગણોનો વિકાસ ઈહલોકને સુધારવામાં કરવો જોઈએ. આજે એક બાજુ આપણે આળસુ, અકર્મણ્ય અને પુરુષાર્થહીન થતા જોઈએ છીએ અને બીજી તરફ પોષણની ઓછપ અને દુર્બળ સંતાનોની વૃદ્ધિ થતી જાય છે. ગાય રાખી આખા ઘરને સારું પોષણ આપવાના બદલે લોકો મોટર રાખવાની વાતને અધિક જ્ઞાનની વાત સમજે છે. આ ખોટા ખ્યાલો છોડવા જોઈએ અને પુરુષાર્થવૃત્તિ પેદા કરવી જોઈએ. સગુણોની કસોટી વર્તમાન જીવન જ છે. તેમાં સદ્ગુણો અપનાવવાથી, તેમનો વિકાસ કરવાથી ઇહલોક અને પરલોક બન્ને સુધરી
શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org