________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ આચાર્ય હરિભદ્રની યોગમાર્ગમાં નવીન દિશા
- શ્રી હરિભદ્ર એક પ્રસિદ્ધ જૈનાચાર્ય થઈ ગયા. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પૂરો પરિચય કરાવવાનો અહીં પ્રસંગ નથી. તે માટે જિજ્ઞાસુ મહાશય તેમની કૃતિઓને જોઈ જાય. હરિભદ્રસૂરિની શતમુખી પ્રતિભાના સ્રોત તેમણે રચેલા ચાર અનુયોગવિષયક ગ્રન્થોમાં જ નહિ બલ્ક જૈન ન્યાય તથા ભારતવર્ષીય તત્કાલીન સમગ્ર દાર્શનિક સિદ્ધાન્તોની ચર્ચાવાળા ગ્રન્થોમાં પણ વહ્યા છે. આટલું કરીને જ તેમની પ્રતિભા મૌન ન થઈ, તેણે યોગમાર્ગમાં એક એવી દિશા દેખાડી જે કેવળ જૈન યોગસાહિત્યમાં જ નહિ બલ્ક આર્યજાતીય સંપૂર્ણ યોગવિષયક સાહિત્યમાં એક નવી વસ્તુ છે. જૈનશાસ્ત્રમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું પ્રાચીન વર્ણન ચૌદ ગુણસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓના રૂપે મળે છે. હરિભદ્રસૂરિએ તે જ આધ્યાત્મિક વિકાસક્રમનું યોગરૂપે વર્ણન કર્યું છે. પરંતુ તેમાં તેમણે જે શૈલી પ્રયોજી છે તે આજ સુધી ઉપલબ્ધ યોગવિષયક સાહિત્યના કોઈ પણ ગ્રન્થમાં ઓછામાં ઓછું અમારા જોવામાં તો આવી નથી. હરિભદ્રસૂરિ પોતાના ગ્રન્થોમાં અનેક યોગીઓનો નામનિર્દેશ કરે છે, અને યોગવિષયક ગ્રન્થોનો ઉલ્લેખ કરે છે જે આજે ઉપલબ્ધ નથી. સંભવ છે કે તે અપ્રાપ્ય ગ્રન્થોમાં તેમના પોતાના વર્ણનની શૈલી જેવી શૈલી હોય, પરંતુ આપણા માટે તો આ વર્ણનશૈલી અને યોગવિષયક વસ્તુ બિલકુલ અપૂર્વ છે. આજે ૧. (૧) દ્રવ્યાનુયોગવિષયક ધર્મસંગ્રહણી આદિ, (૨) ગણિતાનુયોગવિષયક
ક્ષેત્રસમાસટીકા આદિ, (૩) ચરણકરણાનુયોગવિષયક પંચવસ્તુ, ધર્મબિન્દુ આદિ અને (૪) ધર્મકથાનુયોગવિષયક સમરાચ્ચ કહા આદિ ચાર ગ્રન્થી
મુખ્ય છે. ૨. અનેકાન્તજયપતાકા, ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરે. ૩. ગોપેન્દ્ર (યોગબિન્દુ શ્લોક ૨૮૦), કાલાતીત (યોગબિન્દુ શ્લોક ૩00),
પતંજલિ, ભદત્ત ભાસ્કરબવુ, ભગવદ્દત વાદી (યોગદષ્ટિસમુચ્ચય શ્લોક
૧૬ની ટીકા). ૪. યોગનિર્ણય આદિ (યોગદષ્ટિસમુચ્ચય શ્લોક ૧ની ટીકા).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org