Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 9
________________ આ પુસ્તકનું ગુર્જર ભાષાંતર ભાવનગરનિવાસી સ્વર્ગસ્થ શા ઝવેરચંદ ભાઈચંદે કરેલું છે, મરહુમ આહત ધર્મશાસ્ત્રના સારા જ્ઞાતા હતા, ભાવનગરની જૈનપ્રજાના આગેવાન પૈકીના તેઓ એક હતા, અને તેજ નગરમાં સ્થપાયેલ શ્રી વૃદ્ધિચંદ્રજીની જેનવિદ્યાશાળાના મંત્રી હતા, અને પિતાને પ્રાપ્ત થયેલ ધર્મજ્ઞાન બીજાને આપવું એજ જેનો મુખ્ય ઉદ્દેશ હતો, આથી તેઓ શાસ્ત્રીય જ્ઞાનને સંપાદન કરવામાં અને તેનું દાન બીજાને આપવામાં આજીવન ઉત્સાહી રહ્યા હતા, આહંત જ્ઞાનના અનુભવનો પરિપાક થયેલો હોવાથી તેઓ આ ઉત્તમ પુસ્તકનું ભાષાંતર કરવા શક્તિમાન થયેલા છે તેમજ તેઓએ જૈન શૈલીને અનુસરી લખેલી ભાષા લાલીત્યવાળી છે, કેટલેક પ્રસંગે મૂલ પુસ્તકના આશયને સમજાવવામાં તેમણે સારો સ્પષ્ટાથે કરેલ છે ભાષાંતરકાર આ પિતાની કૃતિને પરીપૂર્ણ મુદ્રાંકીત થયેલ જોઈ શક્યા નથી, આ પુસ્તકને બીજો પ્રકાશ થોડો છપાયા બાદ ગઈ સાલના શ્રાવણ વદી ૮ ના રોજ તેમના જીવનનું અવસાન થયેલું છે, પાછળથી તેમના પિતૃભક્ત અને ઉત્સાહી પુત્ર ફતેહચંદે પોતાના પિતાની કૃતિને પૂર્ણ રીતે પ્રસિદ્ધ થવા પ્રફે વિગેરે વાચવામાં આ સભાને મદદ કરી છે, જે ભાષાંતરકાર આ પુસ્તકના મુદ્રિત થયેલા બાહ્ય અને આત્યંતર સુંદર સ્વરૂપને પ્રસિદ્ધ થયેલું જોઈ શક્યા હોત તે તેમના હૃદયમાં સંતોષ થાત અને આ સંસ્થાને અભિનંદન મળત, પરંતુ કર્મચગે એમ બની શકયુ નહીં, એટલું અસંતોષનું કારણ થયું છે. આ પ્રસંગે જણાવતા આનંદ ઉપજે છે કે નામદાર નીઝામ સરકારના ઝવેરી બાબુ પન્નાલાલ પૂરણચંદના પ્રપોત્ર બાબુ પ્રતાપચંદજી ગુલાબચંદજીએ પોતાના સ્વર્ગવાસી પિતા બાબુસાહેબ ગુલાબચંદજીના સ્મરણાર્થે આ ઉપયોગી પુસ્તક પ્રગટ કરવામાં ઉત્તમ સહાય આપી છે, સ્વર્ગવાસી બાબુ ગુલાબચંદજી પોતાના ટૂક જીવનમાં પણ ધાર્મિકવૃત્તિ, તેમજ પોતાના ઝવેરી તરીકેના ધંધામાં અસાધારણ ઉદારતાયુક્ત અને કર્તવ્યનિષ્ઠ થયેલા છે, તેવા પિતાના સ્વર્ગવાસી પિતાના નામના સ્મરણાર્થે પિતૃભક્ત યુવાન પુત્ર બાબુ પ્રતાપચંદજી ખરેખર ધન્યવાદને પાત્ર છે, ઉદ્યોગ, જ્ઞાન અને ધાર્મિક કાર્યોમાં ઉત્સાહથી આગળ વધતા બાબુ પ્રતાપચંદજીની આ પ્રવૃત્તિ બીજા ગૃહસ્થને અનુકરણ કરવા યોગ્ય છે એવી નમ્ર સૂચના આપી તેઓએ આપેલી સહાયતાને માટે અંતઃકરણથી આભાર માનવામાં આવે છે સદરહુ પુસ્તકની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવેલો છે, છતાં છવસ્થપણમાં સુલભ એવા પ્રમાદ તથા દષ્ટિ દોષાદિ દોષ કે પ્રેસના દોષને લઈને કેઈપણ સ્થાને ખલના થઈ હોય તે મિથ્યાદુક્તપૂર્વક ક્ષમા યાચીએ છીએ. સર્વ જૈન પ્રજા પિતાના ધાર્મિક સાહિત્યના ગૌરવમાં સમૃદ્ધિમાં તથા કલ્યાણ શક્તિમાં વૃદ્ધિ કરનાર આ ઉપયોગી પુસ્તકને પઠન, પાઠન તથા વાંચનને ઉત્તમ ઉપયોગ કરી આદર આપશે તે કરેલો શ્રમ સફળ થએલો માની આ સંસ્થા પિતાની આવી પ્રવૃત્તિમાં વિશેષ ઉત્સાહિત થશે. સર્વ સાધર્મિક બંધુઓ સત્યવૃત્તિથી પ્રવર્તી અને તેઓની વિપત્તિ નિવૃત્ત થાઓ. શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 408