________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અરિહંતદેવને નમસ્કાર
*
*
*
આત્માની પૂર્ણ શુદ્ધ જ્ઞાન-આનંદમય દશા તે સિદ્ધપદ છે. અને જ્ઞાન-આનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધા-જ્ઞાનમાં લઈને તેના સંવેદનમાં એકાગ્રતાનો ઉદ્યમ કરવો તે મોક્ષનું અનુષ્ઠાન છે. પૂર્ણ શુદ્ધ પદને પામેલા સિદ્ધ અને અરિહંત પરમાત્મા તે દેવ છે; અને તેને સાધનારા આચાર્ય-ઉપાધ્યાય-મુનિ તે ગુરુ છે, તથા અરિહંત પરમાત્મા વગેરેની વાણી તે શાસ્ત્ર છે. તેમને નમસ્કારરૂપ આ માંગળિક ચાલે છે.
પહેલા શ્લોકમાં મંગલરૂપે શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા; તે સિદ્ધસ્વરૂપનો તથા તેની પ્રાપ્તિના ઉપાયનો ઉપદેશ શ્રી અરિહંત ભગવાને દિવ્યધ્વનિવડ આપ્યો છે; તેથી હવે બીજા શ્લોકમાં સકલ પરમાત્મારૂપ તે અરિહંત ભગવાનને તેમની વાણીના મહિમા સહિત નમસ્કાર કરે છે:
जयन्ति यस्यावदतोऽपिभारती विभूतयस्तीर्थ कृतोऽप्यनीहितुः। शिवाय धात्रे सुगताय विष्णवे
जिनाय तस्मै सकलात्मने नमः।।२।। સકલ પરમાત્મા શ્રી અરિહંતદેવને નમસ્કાર હો. કેવા છે તે પરમાત્મા?-કે જેઓ તાલુ-હોઠ વગેરેથી બોલતા ન હોવા છતાં જેમની વાણી જયવંત વર્તે છે. ભગવાનની વાણી સર્વાગેથી ઇચ્છા વગર છૂટે છે; વાણીમાં શ્રેષ્ઠ એવી તે ભારતી જયવંત વર્તે છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com