Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates णमो सिद्धाणं શ્રી પૂજ્યપાદસ્વામીને નમસ્કાર હો. શ્રી બોધિદાતા જિનવાણી માતાને નમસ્કાર હો. સમાધિના હેતુરૂપ રત્નત્રય ધર્મને નમસ્કાર હો. આ સમાધિતંત્ર શરૂ થાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર તે સમાધિ છે. સમાધિ કહો કે આત્માની શાંતિ કહો, તેની પ્રાપ્તિ કેમ થાય? તેવી “આત્મભાવના” નું વર્ણન શ્રી પૂજ્યપાદસ્વામીએ આ સમાધિશતકમાં કર્યું છે. શ્રી પૂજ્યપાદસ્વામી પરમ દિગંબર સંત હતા, તેમનું બીજાં નામ દેવનંદી હતું. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં તેઓ આ ભરતભૂમિમાં વિચરતા હતા અને જેમ શ્રી કુંદકુંદાચાર્યદવ સીમંધરભગવાન પાસે વિદેહક્ષેત્રે ગયા હતા તેમ આ પૂજ્યપાદસ્વામી પણ વિદેહીનાથનાં દર્શનથી પાવન થયા હતા-એવો ઉલ્લેખ શ્રવણબેલગોલના પ્રાચીન શિલાલેખોમાં છે. તેમણે સર્વાર્થ સિદ્ધિ (તત્ત્વાર્થસૂત્રની ટીકા), તેમ જ જૈનેન્દ્રવ્યાકરણ વગેરે મહાનગ્રંથો રચ્યા છે. તેમની અગાધબુદ્ધિને લીધે યોગીઓએ તેમને “જિનેન્દ્રબુદ્ધિ' કહ્યા છે. તેઓ પરમ બ્રહ્મચારી તેમજ વિશિષ્ટ ઋદ્ધિઓના ધારક હતા. આવા મહાન આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામીએ રચેલા સમાધિતંત્ર અથવા સમાધિશતક ઉપર પ્રવચનો શરૂ થાય છે. સકલ વિભાવ અભાવકર કિયા આત્મકલ્યાણ, પરમાનંદ-સુબોધમય, નમું સિદ્ધ ભગવાન. આત્મસિદ્ધિ કે માર્ગકા, જિસમેં સુગમ વિધાન, ઉસ સમાધિયુત તંત્રના, કરું સુગમ વ્યાખ્યાન. (પ્રવચન શરૂ વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ એકમ ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 372