Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ શાંત-શાંત ગુફામાં સુખમય સમાધિ જગાડતા હતા. અત્યંત સુગમ, વૈરાગ્યપ્રેરક, શાંતિદાતાર, આત્મભાવનાથી ભરપૂર-એવાં એ પ્રવચનો “આત્મધર્મ' માસિકમાં લેખમાળારૂપે છપાઈ ચૂક્યાં છે, અને તે પુસ્તકરૂપે પણ છપાય એવી ઘણા જિજ્ઞાસુઓની ભાવના હતી; તે અનુસાર આજે આ “આત્મભાવના” પુસ્તક પ્રસિદ્ધ થાય છે. સમાધિતંત્ર શાસ્ત્ર ગુજરાતી ભાષામાં છપાયેલું છે તેમાં પણ ઘણે ઠેકાણે આ પ્રવચનોનું લખાણ ભાવાર્થરૂપે કે વિશેષાર્થરૂપે લેવામાં આવ્યું છે. ( જાઓ ગાથા ૫, ૩૦, ૩૧, ૩૫, ૩૬, ૩૮, ૩૯, ૪૦, ૪૭, ૪૮, ૪૯, ૫૩, ૫૫, ૫૮, ૬ર વગેરે.) શાસ્ત્રકાર શ્રી પૂજ્યપાદ-સ્વામી જેવા મહાન પ્રભાવશાળી સંત હતા તે સંબંધી કેટલોક પરિચય આ પુસ્તકમાં જ મળી જશે. દક્ષિણનાં પહાડો અનેક પ્રાચીન શિલાલેખો દ્વારા આજેય તેમનાં ગુણગાન ગાય છે, કેટલાય મહાન શાસ્ત્રકારોએ શાસ્ત્રના મંગલાચરણમાં તેમનું સ્મરણ કર્યું છે. તેમનું રચેલું આ શાસ્ત્ર આત્માને સંસારનાં કલેશોથી છોડાવીને પરમ શાંતિરૂપ સમાધિ જગાડે છે. નિર્વિકલ્પ ચૈતન્યરસ પીવડાવે છે. મુમુક્ષુ જીવો આ “આત્મભાવના' પુસ્તકમાં બતાવેલ દેહાદિથી ભિન્ન આત્માની વારંવાર ભાવના કરો, અને સ્વાનુભૂતિ સુધી પહોંચીને નિર્વિકલ્પ સમાધિના પરમ આનંદને પ્રાપ્ત કરો. -બ્ર. હરિલાલ જૈન ‘કુંદકુંદ પ્રભુ – આચાર્યપદ જયંતી” માગશર વદ આઠમ સોનગઢ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 372