Book Title: Atma Bhavna Author(s): Harilal Jain, Kanjiswami Publisher: Harilal Jain View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * નિવેદન * કૈવલ્યસુખના અભિલાષી જીવોને માટે હું વિવિક્ત આત્માનું સ્વરૂપ કહીશ ’–આવા ધ્યેયપૂર્વક આ સમાધિશતકની રચના શ્રી પૂજ્યપાદસ્વામીએ ૧૪૦૦ વર્ષ પૂર્વે કરી છે; તે ખરેખર દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવના કરાવીને અંતરમાં સમાધિસુખ જગાડે છે. અને જેને આવી આત્મભાવનારૂપ સમાધિ જાગી છે તેને, દેહ છૂટવાનો પ્રસંગ એ તો એક વસ્ત્ર બદલવા જેવો અત્યંત સહજ લાગે છે. આત્માને પહેલેથી દેહાદિ સમસ્ત વસ્તુથી છૂટો જ જાણ્યો છે, ને તેની જ ભાવના ભાવી છે; તે આત્મભાવના સદાય શાંતિની દાતાર છે. અહા, એકકોર શાંતિના મહાસાગર ચૈતન્યતત્ત્વનું પરમસુખ, બીજીકોર દેહબુદ્ધિરૂપ અજ્ઞાનથી ચાર ગતિનાં ઘોર દુ:ખ.... જિનમાર્ગના વીતરાગી સંતોએ ભેદજ્ઞાન કરીને દેહબુદ્ધિ છોડી એટલે અનાદિ સંસારનાં ઘોર દુ:ખથી તેઓ છૂટયા ને ચૈતન્યના મહાસાગરમાં ઊંડે ઊતરીને કોઈ પ૨મ અતીન્દ્રિય સમાધિસુખની અનુભૂતિ કરી. એવા સંતોએ કરુણા કરીને ભવ્ય જીવોને પણ તે સમાધિસુખનો માર્ગ ઉપદેશ્યો છે. આ સમાધિશતક ઉપર પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો પણ એ જ માર્ગ દેખાડે છે. વીર સં. ૨૪૮૨ માં જ્યારે સમાધિશતક ઉપર પ્રવચનો ચાલતા હતા, ત્યારે જાણે કે ચૈતન્યની કોઈ ૫૨મ શાંતિનું મધુરું ઝરણું જ વહેતું હોય! એમ લાગતું હતું. અધ્યાત્મરસઝરતાં એ પ્રવચનો આત્માને સંસારથી વિરક્ત કરીને ચૈતન્યની Please inform us of any errors on rajesh @AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 372