________________
અષ્ટાવક્ર ગીતા. રહેનાર અને અજર અમર છે. જ્યારે દેહાદિક સમયે સમયે બદલાતાં અને નાશ પામતાં રહે છે. દેહને બાલ્ય, યૌવન અને ઘડપણુ વગેરે અવસ્થાઓ આવે છે, પરંતુ દેહ તે અવસ્થાઓને સમજી કે યાદ કરી શકતો નથી. એ તો પ્રત્યભિજ્ઞા સ્મૃતિવાળો અને અનુભવ લેનાર, ભોક્તા એવો જીવાત્માજ જાણી શકે છે. આ એ જોયેલા, સાંભળેલા કે અનુભવેલા પ્રસંગે જ ને સાંભરતા નથી, તેમ તેના અનુભવનાં પરિણામ પણ તેના સમજવામાં આવતાં નથી, એજ રીતે શરીર અને ઈન્દ્રિાએ કરેલાં કાર્યો તેમને નહિ પરંતુ તેમની મારફતે જેનારને યાદ રહે છે. દૂરબીનથી એક વસ્તુ બીજો માણસ જુએ, તેમ આત્મા દેહાદિકદ્વારા વસ્તુઓ જુએ છે અને અનુભવે છે અને તેને તે પ્રત્યભિજ્ઞા સ્મૃતિ રહે છે. જેમ દૂરબીન જેવાનું સાધન છે તેમ દેહાદિક આત્માનાં સાધન છે, કા નહિ. કત્તા તો દેહને આશ્રય કરીને રહેલે ચિરૂપ આત્મા એકજ છે, તેજ કતાં ભક્તા હોવાથી બધું જાણે છે. આ જે ચિદરૂપ આત્મા છે તે મુક્તિ મેળવવા ઈચ્છનારે ઓળખ જોઈએ.
જ્યાં સુધી અધ્યાસનું અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી આ સંસાર અને બંધને છે. આત્મજ્ઞાન થતાંવાત પુ તે બધાં બંધનથી મુક્ત થઈ સુખી થાય છે, એ દર્શાવવા કહે છે કે –
यदि देहं पृथकृत्य, चिति विश्राम्य तिष्टसि । अधुनैव मुखी शान्तो बंधमुक्तो भविष्यसि ॥४॥
અર્થ. જે દેહને અલગ કરી સત્-ચિત્ બ્રહ્મમાં આશ્રય કરીને રહો તે હમણાં ને હમણાંજ તમે સુખી, શાંત અને બંધમુક્ત થઇ જાઓ. ૪ હને આત્માનું પૃથકત્વ.
ટીકા. હે રાજન! પચતત્ત્વથી બનેલા દેહથી આત્મા જુદો છે અને “હું તે ચિક્રૂપ આત્મા જ છું' એવું અંતઃકરણમાં દઢ કરી