Book Title: Ashtvakra Gita Author(s): Manilal Chhabaram Bhatt Publisher: Haribhai Dalpatram Patel View full book textPage 8
________________ અષ્ટાવક્ર ગીતા. વિષયને વિષવત ગણી તેને ત્યાગ કર અને ક્ષમા, આર્જવ, દયા, તેલ અને સત્યને અમૃત જેવાં ગણી તેનું સેવન ક૨.૨ વેરાગ્યપદેશ. ટીકા. અષ્ટાવક્ર કહે છે કે-હે તાત! મુક્તિની ઈચ્છા હોય તે વિષતુલ્ય એવા પાંચ ઈન્દ્રિયોના વિષયો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નામે છે તેને તજી દે. એ વિષ વિષરૂપ છે અને એક એક વિષય પણ પ્રાણીનો પ્રાણ લે એવા હાનિકારક છે. મૃગ શબ્દમાં આ સકત થઇ વ્યાધના શરને અધીન થાય છે; હાથી સ્પર્શના લોભથી માર્યો જાય છે; પતંગિયું રૂપાસક્તિથી અગ્નિની ઝાળમાં પડી પ્રાણ ખુએ છે; માછલું રસ–સ્વાદને લીધે માછીની કણકવાળી આંકડી ગળે છે અને ભમરે ધ્રાણેન્દ્રિયની–ગંધાસક્તિને લીધે કમળમાં કેદી થઈ ગુંગળાઈ મરે છે, માટે મનુષ્યો કે જેમની પાંચ ઈન્દ્રિયો સબળ આસક્તિવાળી છે તેમણે તે અવશ્ય કરીને વિશ્વનો ત્યાગ કરવો જોઈએ. “વિષયો ભોગવવા છતાં પણ–એટલે સંસારમાં રહેવા છતાં પણ પૂર્વે ઘણા મહામાની મુક્તિ પામ્યા છેઃ અર્થાત વિષ તજી શક્યા નથી, તેને કેમ ત્યાગ થાય?’ આવી જનકરાયની શંકાના ઉત્તરમાં કહે છે કે, વિચામાં અતિ આસક્તિ નહિ હાવી દઇએ. પ્રારબ્ધવશાત સહેજ પ્રાપ્ત થયેલા વિષય વગર આસક્તિએ ભોગવાય તેમાં હરક્ત નથી. આસક્તિ રહિત વિષયોને શાસ્ત્રાજ્ઞાનુસાર ભોગવનાર તે વૈરાગ્યવાન જ કહેવાય છે. ઋતુસંગી બ્રહ્મચારી ગણાય છે તેમ. વળી વિષયોને તજવા ઉપરાંત વૈરાગ્યવાન સદ્દગુણનો સંગ્રહ પણ કરવા જોઇએ, એટલે કે, પ્રાણી માત્ર પ્રતિ ક્ષમા રાખવી, આર્જવ–કોમળતા, દયા, અને સંતોષ રાખવાં જોઈએ. આપણે પ્રત્યેક હિલચાલ અને પ્રવૃત્તિમાં સત્યનું અવશ્ય સેવન કરવું જોઈએ. વિષને ત્યાગ સાથે ભૂત માત્ર પ્રતિ આ ધર્મોનું પાલન કરવામાં આવે તેજ ખરેખરે વૈરાગ્યPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 161