Book Title: Ashtvakra Gita Author(s): Manilal Chhabaram Bhatt Publisher: Haribhai Dalpatram Patel View full book textPage 9
________________ અધ્યાય ૧ લે. આવેલે કહેવાય, અને તેજ મુમુક્ષુજન, બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત થઈ મુક્તિ મેળવી શકે. “પંચતત્ત્વમાંને તું કોઈ નથી” તે સમજાવતાં અષ્ટવિક્ર કહે છે કે – न पृथ्वी न जलं नागिन वायुन वा भवान् । एषां साक्षिणमात्मानं, चिद्रपं विद्धि मुक्तये ॥३॥ અર્થ. તું પૃથ્વી નથી, , જળ . ૫ અગ્નિ નથી, તું વાયુ વા આકાશ નથી, પણ એ સર્વને સારી એ આમા છે, માટે ચિત્રૂપ ૫ બ્રહ્મન મુક્તિ મળવા આળખ. ૩ ટીકા. હે રાજન ! તમે પૃથ્વી, જળ, તેજ, વાયુ કે આકાશ, એ પાંચ મહાભૂતમાંથી બનેલા આ દેહ અને ઈન્દ્રિયોના સમૂહ રૂપ નથી. આ દેહને મારો કહે છે પણ “મા” કહેનાર તો આત્મા છે, તમે નહિ. અનાદિકાળના અધ્યાસને લીધે અવિદ્યાથી આઇત્ત જીવ, દેહને પાતાને માને છે. સામાન્ય ઉદાહરણથી આ વાત સહેજ સમજાય તેવી છે. આપણે આપણાથી જુદી વસ્તુઓને “મારી' એમ કહીએ છીએ તેથી એ પુરવાર થાય છે કે, જેને તમે મારું કહો છો તે તમે પતિ છે નહિ. મારું ઘર, મારે છે, મારાં સ્ત્રી છોકરાં એમ કહેવાય છે, તે કહેનારથી જુદાં છે. તેજ રીતે મારું મસ્તક, મારું પેટ, મારા હાથપગ અને છેલ્લે મારો જીવ, એમ જે દેહમાંથી બેલાય છે, તે અને બોલાવાની વસ્તુઓ–અવશ્ય વગેરે જુદાં છે એમ સિદ્ધ થાય છે. એટલે હું રાજન ! તમે જેને તમારાં એમ કહીને સાધે છે તે તમારાથી ભિન્ન છે અને તેજ દેહાધ્યાસને લીધે તમારા સ્કૂલમાં રહેલો માયાવૃત્ત જીવ આ મારું તારું એમ માને છે પણ તમે તે ભુલી જઈ હુંજ જે ને તે, આખું વિશ્વ જ એક છું, એમ સમજો એટલે મુક્ત થશો. ચિદૂરૂપ આત્મા અવિકારી સદાસર્વદા એક ને એકજ સ્વરૂપેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 161