________________
આશાની મહત્વતા
૧૩
૧૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
જાવ એટલે પેલું આઘુંપાછું થયા કરે. બધાને એ જ આપેલું છે ચોખ્ખું, એટલે હવે પાંચ આજ્ઞામાં જરા જોર એકદમ રાખીએ તો એ બાજુ આવી જાય પાછું કમ્પ્લિટ ! પાંચ આજ્ઞા પાળવામાં જોર જરા વધારે આપો. આ પૂરું કરી લેવું છે કે નહીં ? ઝપાટાબંધ. બાકી શક્તિ તો મેં આપી દીધી છે. હવે પાંચ આજ્ઞામાં રહો એટલે શક્તિઓ પ્રગટ થાય.
ફક્ત અમારી આજ્ઞા જો બરાબર ના પળાય, એટલી જ કચાશ જો હોય તો પાકી કરજો. કારણ કે પુરુષ થયેલા છો, પુરુષાર્થ સહિત છો. અને આજ્ઞા પછી કશુંય બાકી રહેતું નથી.
દાદાની આજ્ઞામાં જેને રહેવું છે, એવું જેને નક્કી હોય છે, તેને આ દુનિયામાં કોઈ મૂંઝવે એવું નથી. પછી પળાય તો ઠીક અને ના પળાય તો ઠીક, એવો જ ભાવ થયો તો બગડ્યું બધું. આ આજ્ઞાઓ પોતે જ ઠેઠ મોક્ષે લઈ જાય એવી છે. તમારે કશી ગાડી ચલાવવી ના પડે, એ ગાડી જ એવી છે !
પ્રશ્નકર્તા અને બીજું એ નક્કી કરે કે હવે આમાં ઉપયોગ ચૂકવો નથી, તો...
દાદાશ્રી : હા, નિશ્ચય કરીએ તે બહુ કામ કરે. ‘થાય તો ઠીક છે, નહીં તો કંઈ નહીં' તો નહીં થાય કામ. અને “થવાનું હશે તે થશે, કરવું. જ છે” એવું નક્કી થયું તો બાર આની યે થશે.
પ્રશ્નકર્તા : નિશ્ચય થઈ જાય અને પછી આપોઆપ બધું એ રીતનું થઈ જાય ?
દાદાશ્રી : નિશ્ચય કરો એટલે એ બાજુ બધી શક્તિઓ વળી. આપણે નિશ્ચય કરીએ કે નીચે જવું છે, એટલે પછી પગથિયાં-બગથિયાં, બધામાં સાચવી સાચવીને લઈ જાય.
પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે જ.
દાદાશ્રી : પણ નિશ્ચય હોય તો વાંધો નહીં. બધાંને નિશ્ચય છે પછી એ સિત્તેર ટકા પાળતો હોય કે સાઇઠ ટકા પાળતો હોય તો વાંધો નથી.
રોજ પાંચ વખત નિશ્ચયથી બોલો કે “મારે નિશ્ચયથી આજ્ઞા પાળવી જ છે, જે થાય તે.' ને પછી જો ના પળાય તો તે અમે બોનસમાં આપીએ છીએ. પણ કોઈ એવો નિશ્ચય કરતો જ નથી.
- આ તે કેવાં બ્રિલિયન્ટ ! પ્રશ્નકર્તા: જે આજ્ઞા આપી છે એ આજ્ઞા નથી પળાતી, તો જે અવજ્ઞા થાય છે એના સામે દાવો નથી !
દાદાશ્રી : તેય છે તે જેને આજ્ઞા પાળવી છે સો ટકા અને ના પળાય તેની તમે માફી માંગી લો તોય પળાઈ બરાબર થશે.
પ્રશ્નકર્તા : એ પાછો બીજો ફાયદો.
દાદાશ્રી : હા, બીજો ફાયદો, સેકન્ડરી પણ જેને પાળવી છે તેને. નાગુ થવું હોય, ખોટું બોલવું હોય, ઊંધું કરવું હોય તેને માટે નથી આ. જેને પાળવી છે ને ન પળાય તેની જવાબદારી અમે લઈએ. પછી કેટલી છૂટ આપવી જોઈએ ? આટલી બધી છૂટ આપતાં જો મોક્ષ ના થાય, તો પછી એનો ઉપાય જ નથી !
આજ્ઞા થોડી ઓછી પળાય તેનો વાંધો નથી, પણ આજ્ઞાની બહાર રહો તેની જોખમદારી મારી રહેતી નથી. એ તો કાયદો છે ને ? હું ક્યાં સાચવવા આવું તમને ? આ આજ્ઞા આપી છે અને બધી છૂટ આપી છે. કિંઈ બાકી રાખ્યું છે ? સિનેમા જોવાની છૂટ નથી આપી ?
પ્રશ્નકર્તા : સિનેમા જોવાની છૂટ આપી છે પણ અમારો રસ બધો જતો રહ્યો અંદરથી !
દાદાશ્રી : એ ગમે તે કહો, એ ભોગવવા બધું તમારી પાસે આપ્યું છે, પણ કૂંચીઓ મારી પાસે રાખેલી છે. એ મોટામાં મોટું આશ્ચર્ય છે આ અક્રમ વિજ્ઞાનનું.
અમારી આજ્ઞામાં રહે તો કામ કાઢી નાખે એવું છે અને આજ્ઞા સહેલી છે, અઘરી નથી. ખાવા-પીવાની છૂટ, મુંબઈ શહેરમાં મોહમયી